તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાનવેલ આઇ કેમ્પમાં 389 દર્દીઓએ લાભ લીધો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોટરી ક્લબ ઓફ સિલ્વાસાના પ્રેસિડેન્ટ અંકિતાબેન પટેલ અને તેમની ટીમ તથા નવસારીની રોટેરી આઇ ઇન્સ્ટિટ્યૂટ અને જય ક્રોપ લિમિટેડ કંપની હેઠળ દાનહની ખાનવેલ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં રવિવારે ફ્રી આંખના ચકાસણી માટે મેગા કેમ્પ રખાયો હતો. આ કેમ્પમાં 389 દર્દીએ આંખની ચકાસણી કરાવી 158 લોકોને ચશ્મા અપાયા હતા.

રોટરી ક્લબ સિલ્વાસા દ્વારા આંખોની ચકાસણી માટે નવસારી આઇ ઈન્સ્ટીટયુટના ચેરમેન યોગેશ નાયક, ડો. કિરિટ સાંઠેની નિષ્ણતોની ટીમ આવી હતી. રોટરી ક્લબ સિલ્વાસાના પ્રમુખ અંકિતા પટેલ સતત કાર્યરત વ્યક્તિ છે, તેઓ સતત લોકોના ઉત્થાન અને ગરીબ આદિવાસીઓની સેવા માટે હંમેશા તત્પર રહે છે. રોટરી ક્લબ સિલ્વાસાના પ્રમુખ તરીકે ખાનવેલ સીએચસી સેન્ટર પર ફ્રી આંખોની તપાસ માટેનો કેમ્પનું આયોજન કર્યુ હતું. જેમા ક્લબ અને મેડિકલ ડીપાર્ટમેન્ટ તરફથી અલગ અલગ પંચાયતોના PHC સેન્ટર પર કેમ્પની જાણકારી આપી હતી. પંચાયતોમાંથી 389 આંખો તકલીફથી પીડાતા લોકોએ લાભ લીધો હતો. કેમ્પમાં 158 લોકોને ચશ્માના નંબરની ચકાસણી તથા એમને ચશ્મા બનાવી અપાયા હતા. 49 દર્દીને આંખમાં મોતિયાનું નિદાન થતા આવનારા સમયમાં એમને નવસારી લઇ જઇ મોતિયાનું ઓપેરશન મફતમાં કરાશે. એમને અહીંથી લઇ જવાનો ખર્ચથી લઇ ત્યાં એક સંબંધીને સાથે રેહવાની વ્યવસ્થા પણ તદ્દન મફત કરાશે. આ પ્રોજેક્ટમાં જય ક્રોપ લિમિટેડે એમના કોર્પોરેટ રિસ્પોન્સિબિલિટી સીએસઆર હેઠળ સહભાગી બન્યા હતા. પ્રોજેક્ટને સફળ બનાવવા સતત કાર્યરત રોટેરીયન યશવંતસિંહ પરમાર પોજેક્ટ ચેરમેન ડો.રાજેશ રોહિતે મહેનત કરી હતી. આ સાથે જય કોર્પ લિમિટેડથી રાહુલભાઇ, ડો.વિજય પરમાર, માજી પ્રમુખ હિતેન્દ્ર સોલંકી, નરેન્દ્ર દેસાઇ, જતિનભાઇ, રોટરેક્ટર ટીમ, સ્વાધિન વુમેન ફાઉન્ડેશન ટીમ યાસ્મીનબેન, વર્ષાબેન તથા સ્વયં સેવકોએ સેવા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...