• Gujarati News
  • વાપી પાલિકાની TPની બેઠક દસ માસ બાદ મળશે

વાપી પાલિકાની TPની બેઠક દસ માસ બાદ મળશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટીપી સમિતિની નિમણૂંક બાદ પ્રથમ બેઠક 19મી નવેમ્બરે મળશે

ભાસ્કરન્યૂઝ.વાપી

વાપીનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટિની રચના બાદ પ્રથમ બેઠક આગામી ૧૯મી નવેમ્બરે યોજાશે. જેમાં ૩૦ જેટલી બાંધકામોની ફાઇલોને મંજૂરી આપવા અંગેનો નિર્ણય લેવાશે. લાંબાસમયથી ટીપીની બેઠકની રાહ જોઇને અરજદારો બેઠા હતા. ટીપીની બેઠકના કારણે બાંધકામ ક્ષેત્રના કામોને વેગ મળશે.

વાપી નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટિની જાન્યુઆરીમાં નિયુક્તિ કરવામાં આવી હતી. જેમાં ટીપી ચેરમેન તરીકે વિઠ્ઠલભાઇ પટેલની વરણી થઇ હતી. જાન્યુઆરી માસમાં ટીપી સમિતિની રચના બાદ બેઠક મળતાં બાંધકામ ક્ષેત્રના કામો ખોરંભે પડયા હતા. લાંબા સમયથી ટીપીની બેઠક વિવિધ કારણોસર બોલાવાઇ હતી. વાપી પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ હવે આગામી ૧૯ નવેમ્બરે ટાઉન પ્લાનિંગ સમિતિની બેઠક યોજવા અંગે એજન્ડા બહાર પાડવામાં આવ્યા છે.

જેમાં 19 નવેમ્બર સાંજે ચાર કલાકે પ્રાંત અધિકારીની હાજરીમાં ટીપીની બેઠક મળશે.આ બેઠકમાં ૩૦ થી વધુ ફાઇલોને મંજૂરી આપવામાં આવશે. ગત ટીપીની બેઠકમાં 80 જેટલી ફાઇલોના કારણે અમુક ફાઇલોને મંજૂરી મળી હતી.ટીપીની બેઠકના કારણે વાપી શહેરના બાંધકામક્ષેત્રના કામોને વધુ વેગ મળશે. જો કે લાંબા સમય સુધી ટીપીની બેઠક મળતા અરજદારોમાં કચવાટ યથાવત છે.