તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • દિવાળીના તહેવારમાં મીઠાઇ ફરસાણ ખરીદતા પહેલા ચેતજો

દિવાળીના તહેવારમાં મીઠાઇ-ફરસાણ ખરીદતા પહેલા ચેતજો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
> દર વર્ષે દિવાળી નજીક આવતાં ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ગણતરીની હોટલોમાં દરોડા પાડી સંતોષ માનવામાં આવે છે

> ડુપ્લીકેટ માવામાંથી મીઠાઇ બનાવી વેચાણ થતું હોવાની ફરિયાદો સમયાંતરે ઉઠી રહી છે ,છતાં પણ તંત્ર ગંભીર નહી

કેતનભટ્ટ.વાપી

દિવાળીકે અન્ય તહેવારોમાં ડુપ્લીકેટ માવામાંથી મીઠાઇ બનાવીને વેચવાનું તથા અખાઘ ફરસાણ વેચતી દુકાનો સામે લોકોમાં અનેક ફરિયાદો છે,પરંતુ ફુડ એન્ડ ડ્રગ વિભાગ માત્ર દિવાળી સમયે એક-બે દુકાનોના સેમ્પલો લઇ પોતાની કામગીરી પૂર્ણ કરી દે છે. જેના કારણે નાની હોટલો અને ફરસાણની દુકાનવાળાઓને મજા પડી છે. લોકોની વ્યાપક ફરિયાદો છતાં પણ વાપી જીઆઇડીસી કે વાપી ટાઉન વિસ્તારમાં ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કોઇ ખાસ ચકાસણીની કામગીરી હાથ ધરી નથી. લોકો પોતાના જીવને જોખમે મીઠાઇ અને ફરસાણની ખરીદી કરી રહયા છે.

શહેરમાં છેલ્લા થોડા વષોમાં વિકાસની સાથે નાની હોટલો અને ફરસાણની દુકાનોની સંખ્યામાં પણ અધધ વધારો થયો છે. સમયાંત્તરે તેમાં સતત વધારો થઇ રહયો છે,જેની સામે સ્ટાફના અભાવે ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તમામ હોટલો કે દુકાનોની ચકાસણી થઇ શકતી નથી. જેનો લાભ લઇ ડુપ્લીકેટ માવામાંથી મીઠાઇઓ બનાવીને વેચાણ કરતાં લોકોની સ્વાસ્થ્ય સામે જોખમ ઊભુ થઇ રહયું છે. જવાબદાર તંત્રના કોઇ પણ ડર વિના પ્રકારની વિવિધ મીઠાઇઓનું વેચાણ થઇ રહયું હોવાની ફરિયાદો લોકો કરી રહયા છે. ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા માત્ર દિવાળીના સમયે દરોડા પાડી સંતોષ માનવામાં આવે છે,જેના કારણે ખરીદી કરતાં લોકોમાં ભારે નારાજગી પ્રસરી રહી છે. વાપી ટાઉન અને નોટિફાઇડ વિસ્તારમાં નાની હોટલો અને ફરસાણની તમામ દુકાનોની ચકાસણી થાય તેવી માગ વાપીના શહેરીજનો કરી રહ્યા છે.

સમયાંતરે ચકાસણી જરૂરી

શહેરીજનોહોટલોઅને ફરસાણની દુકાનોની સમયાંતરે ચકાસણીની માગ કરી રહ્યા છે. કારણકે, તહેવારોમાં ખરાબ મીઠાઇ કે ફરસાણના કારણે લોકોનું સ્વાસ્થ્ય જોખમાતું હોય છે. પરંતુ લોકો ફરિયાદ કરવાનું ટાળતા હોય છે. વાપી શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સમયાંતરે હોટલો અને દુકાનોની ચકાસણી કરવામાં આવે તો લાયસન્સ વગરના દુકાનો કે હોટલો સામે કાર્યવાહી થઇ શકે છે. ઉપરાંત શહેરીજનોને આરોગ્ય સામેનું જોખમ ટળી જાય છે.

ઉમરગામ અને પારડીમાં પણ ફરિયાદો

શહેરનીસાથેઉમરગામ અને પારડી શહેરમાં પણ હોટલો અને ફરસાણની દુકાનોની ચકાસણી થતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ચકાસણીની અભાવે દુકાનદારો