તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રજાઓના કારણે સર્વિસ ટેક્સ અને એક્સાઇઝ ડ્યૂટીની ચૂકવણીમાં મુશ્કેલી

રજાઓના કારણે સર્વિસ ટેક્સ અને એક્સાઇઝ ડ્યૂટીની ચૂકવણીમાં મુશ્કેલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શનિ-રવિ સહિત ચાર રજા સાથે આવતાં ક્વાર્ટરલી ટેક્સની તારીખ લંબાઇ એવી લાગણી ફેલાઇ

ભાસ્કરન્યૂઝ. વાપી

ઓક્ટોબરનીશરૂઆત સાથે રજાઓનો સિલસિલો શરૂ થઇ ગયો છે. શરૂઆતમાં થી તારીખ સુધીની સળંગ રજા આવી ગઇ હતી. જેના કારણે અનેક લોકોના નાણાંકિય વ્યવહાર ખોરવાઇ ગયા હતા. જેની સાથે ખાસ કરીને સર્વિસ ટેક્સ અને એક્સાઇઝ ડ્યૂટીની ચૂકવણી માટેની મુશ્કેલી પણ વધી ગઇ હતી. સામાન્ય રીતે ડ્યૂટીની ચૂકવણી થી ૧૦ તારીખ સુધીમાં કરી દેવાની હોય છે, ત્યારે ચૂકવણી માટે હવે માત્ર દિવસ મળશે. માટે નાણાંની જોગવાઇ માટે તારીખ લંબાવાઇ એવી પણ માંગણી થઇ રહી છે.

વાપીમાં ચાલતી અનેક કંપનીઓ અને સર્વિસ પ્રોવાઇડરો માટે ઓક્ટોબર માસમાં ડ્યૂટીની ચૂકવણીમાં મુશ્કેલી સર્જાઇ રહી છે. ઓક્ટોબર માસમાં દિવાળીને લઇ બોનસની રકમની પણ વ્યવસ્થા કરવાની રહેતી હોય છે. ત્યારે મહિનાની શરૂઆતમાં ભારે નાણાંભીડ વર્તાતી હોય છે.

ઉપરાંત એક સાથે આવતી રજાના કારણે ઓક્ટોબર સુધી નાણાંકીય વ્યવહાર સ્થગિત થઇ ગયા હતા. હવે ટેક્સ અને ડ્યૂટીની ચૂકવણી માટે કરદાતાઓ પાસે માત્ર દિવસ બાકી રહી ગયા છે.

જેના કારણે હવે તેમની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે. સર્વિસ ટેક્સ અને એક્સાઇઝ ડ્યૂટીની ચૂકવણી માટે ૧૦ તારીખ સુધીનો સમયગાળો રહેતો હોય કરદાતાઅોમાં તારીખ લંબાવાય એવી લાગણી જોવા મળી રહી છે.

ટેક્સની ચૂકવણીમાં મોડું થાય તો પેનલ્ટી લગાવો

મહિનાની શરૂઆતમાં આટલી રજાના કારણે અનેક નાણાંકિય વ્યવહાર ખોરવાઇ ગયા છે. ત્યારે માસિક અને ત્રીમાસિક ટેક્સની ચૂકવણીમાં થોડું મોડુ પણ થઇ શકે છે. ત્યારે આવા કરદાતાઓ પર પેનલ્ટી લાગે એવું વાપીના ઉદ્યોગપતિઓ અને ટ્રેડર્સો ઇચ્છી રહ્યા છે. > નલીનશ્રોફ, એકસાઇઝસર્વિસ ટેકસ પ્રેક્ટિશનર, વાપી