• Gujarati News
  • વાપી શહેરની પાણી યોજનાની કામગીરી માટે 15મીએ બેઠક

વાપી શહેરની પાણી યોજનાની કામગીરી માટે 15મીએ બેઠક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપીનગરપાલિકાના નવા પ્રમુખે ગાંધીનગર ખાતે કરેલી રજૂઆત અંતર્ગત ત્રણ કામોને સિદ્ધાંતિક મંજૂરી મળી ગઇ છે. જેમાં ચંડોર સ્મશાન ભૂમિમાં ગેસ આધારિત ભઠ્ઠી, પાણી યોજના માટે રૂ. ૧૩ કરોડની ફાળવણી અને વાપીમાં સફાઇ માટે ખૂટતાં સાધનોની ફાળવણીની રાજય સરકારે સિદ્ધાંતિક મંજૂરી આપી છે. જેના કારણે વાપી નગરપાલિકાના વિકાસના કામોને હવે વેગ મળશે .

વાપી નગરપાલિકાના પ્રમુખ હાર્દિક શાહે ગાંધીનગર ખાતે જઇ વિવિધ વિભાગોમાં રજૂઆત કરી હતી. ઉપરાંત ચંડોર સ્થિત સ્મશાન ભૂમિમાં કૈલાસધામ યોજના હેઠળ ગેસઆધારિત સ્મશાનભૂમિ માટે ગેસ જોડાણની મંજૂરી મેળવવા ઉપરાંત સંબંધિત વિભાગે આયોજના માટે રૂ. ૧૪ લાખ મંજૂર કર્યા છે. જેની હાલ સિદ્રાંતિક મંજૂરી આપવામાં આવી છે. જયારે વાપી નગરપાલિકાની રૂ. ૩૫ કરોડની પીવાના સ્વયંતા પાણીની યોજનાનું કામગીરી જે હાલ અંતિમ તબક્કામાં છે. જે કામગીરી પૂર્ણ કરવા ૧૫ નવેમ્બરના રોજ બેઠક યોજી રૂ. ૧૩ કરોડની ફાળવણી અંગે ચર્ચા કરી મંજૂરી અાપવાનો નિર્ણય લેવાયો છે. જયારે વાપી પાલિકા પ્રમુખે ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશનના સીઓ તથા જીયુડીસી સીએમ સમક્ષ નગરપાલિકાની સાફસફાઇ માટે ખૂટતા વાહનોની માંગણી કરાઇ હતી.





જેણે ટુંક સમયમાં બાકી વાહનોની ફાળવણી કરવાની ખાતરી આપી હતી.આમ વાપી નગરપાલિકાના પ્રમુખે ગાંધીનગર ખાતે કરેલી રજૂઆતોની અસર થોડા દિવસોમાં જોવા મળશે.

કવોટ અન્ય કામોની પણ રજૂઆતો કરી છે

હાલ ત્રણ કામોની પ્રાથમિક મંજૂરી મળી છે, અન્ય બાકી કામો માટે પણ રજૂઆત કરવામાં આવી છે, જેની મંજૂરી પણ ઝડપથી મળે તેવા પ્રયાસો કરવામાં આવશે,ખાસ કરીને પાણીની યોજના ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.

હાર્દિક શાહ,પ્રમુખ,વાપી પાલિકા પ્રમુખ