• Gujarati News
  • વાપીનાકરવડગામે પીપરડી ફળિયામાંથી ગત સોમવારે 30 માર્ચના રોજ ડુંગરા

વાપીનાકરવડગામે પીપરડી ફળિયામાંથી ગત સોમવારે 30 માર્ચના રોજ ડુંગરા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપીનાકરવડગામે પીપરડી ફળિયામાંથી ગત સોમવારે 30 માર્ચના રોજ ડુંગરા પોલીસે મળેલી બાતમીના આધારે છાપો માર્યો હતો. પોલીસે કરવડગામે આવેલી ધનસુખભાઇ અમરતભાઇ પટેલની માલિકીની જમીનમાંથી 200 લિટરના કુલ 21 કેમિકલ ભરેલા ડ્રમ બિન વારસી કબજે લીધા હતા. ડુંગરા પોલીસે કેસમાં શુક્રવારે વાડી માલિક સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે. કેમિકલનો જથ્થો અન્ય જગ્યાએથી ચોરી કર્યા બાદ વાડીમાં સંતાડયો હોવાનું જાણવા મળે છે.

વાપીના ડુંગરા વિસ્તારમાં ફરી કેમિકલ ચોરીનું નેટવર્ક સક્રિય થયાનું પોલીસને ધ્યાનમાં આવ્યું હતું. ગત 30 માર્ચના રોજ ડુંગરાના પીએસઆઇ જે.ડી. સોલંકી અને તેમની ટીમે કરવડ સ્થિત પીપરડી ફળિયામાં આવેલી ધનસુખ અમરત પટેલની વાડીમાં છાપો માર્યો હતો. પોલીસ કામગીરી માટે પહોંચતા આરોપીઓ ફરાર થઇ ગયા હતા. પોલીસે વાડીમાંથી 200 લિટરની ક્ષમતાવાળા કેમિકલ ભરેલા 21 ડ્રમ કબજે લીધા હતા. ડુંગરા પોલીસે 41(1)ડી મુજબ કાર્યવાહી કરીને 2.10 લાખની મત્તાનું કેમિકલ કબજે લીધું હતું. ડુંગરા પોલીસે પ્રકરણમાં તપાસ હાથ ધરતા શુક્રવારે વાડીના માલિક ધનસુખ અમરત પટેલ અને કેમિકલ ચોરીના આરોપસર અબ્દુલા મહંમદ શેખ રહે. આદર્શ નગર,ડુંગરા અને સુબોધ મહેન્દ્ર યાદવ રહે. કરવડની ધરપકડ કરી છે. ડુંગરા પોલીસે કરેલી તપાસમાં જાણવા મળ્યું છે કે, ત્રણેય આરોપીઓ ટેન્કરમાંથી કેમિકલ ચોરી કર્યા બાદ કેમિકલનો જથ્થો ધનસુખ પટેલની વાડીમાં સંતાડતા હતા. હાલ તો પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.