તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપીમાં ઘરેથી બજાર ફરવા નીકળેલા પિતા પરત ન ફર્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી | વાપી નુતનનગરમાં રહેતી પુત્રીએ વાપી ટાઉન પોલીસમાં પિતાના ગુમની ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતું કે, ઘરથી બજારમાં ફરવા જાઉં છું કહી તેઓ મોડી રાત સુધી પરત આવ્યા ન હતા. વાપી નુતનનગર ક્રિષ્ણા હોસ્પિટલની સામે રહેતા સુમિત્રા વિપુલ હળપતિએ રવિવારે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ આપતા જણાવ્યુ હતું કે, શુક્રવારે તેમના પિતા ઘરે હાજર હતા. બપોરે 2 વાગ્યાના સમયે બજારમાં ફરવા જાઉં છું કહી તેઓ ઘરથી નીકળી ગયા હતા. જોકે મોડી રાત સુધી પરત ઘરે ન આવતા સગા-સંબંધી તેમજ આજુબાજુમાં તપાસ કરતા તેમનો પત્તો લાગ્યો ન હતો. જેથી પોલીસમાં ગુમની ફરિયાદ નોંધાવવાની ફરજ પડી હતી.

અન્ય સમાચારો પણ છે...