તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપી RPFએ ચાલુ ટ્રેનમાંથી પટકાયેલા યુવકને બચાવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી રેલવે સ્ટેશનના યાર્ડમાં શનિવારે સાંજે ચાલુ મેમુ ટ્રેનમાંથી પટકાયેલા યુવાનને આરપીએફની ટીમે બચાવ્યો હતો.

વાપી રેલવે સ્ટેશન યાર્ડમાં ઇજાગ્રસત યુવાન ગંભીર હાલમાં પડ્યો હોવાની માહિતી કોઇકે આરપીએફની હેલ્પ લાઇન નંબર 182 ઉપર આપી હતી. આ મેસેજ મળતાં જ ફરજ ઉપર તૈનાત હેડ કોન્સ્ટેબલ સાગર તથા અલિશભાઇ ગામિત તાત્કાલિક રેલવે યાર્ડમાં પહોંચ્યા હતા. ઇજાગ્રસ્ત યુવાનના પગના ભાગે ઇજા હોવાથી તે હલન ચલન કરી શકતો ન હતો આ ઉપરાંત તેમના શરીરના અન્ય ભાગેથી પણ લોહી નીકળી રહ્યું હતું. પગમાં ફ્રેકચર હોવાના કારણે ઇજાગ્રસ્ત યુવાન ચાલી શકે એમ ન હોવાથી આરપીએફના જવાનો તેમને ઊંચકીને વાપી સ્ટેશને લઇ અાવ્યા હતા. વાપી સ્ટેશન માસ્તરની ઓફિસે લાવીને જીઆરપીની હાજરીમાં ઇજાગ્રસ્ત યુવકની પ્રથમ સારવાર કરીને તેમનું નામ પૂછતા તેમની અોળખ ઉમરગામના સરીગામ ખાતે રહેતા અનિકેત શરદભાઇ શિંદે તરીકે આપી હતી. શનિવારે તેઓ સુરતથી મેમુ ટ્રેનમાં બેસીને ભીલાડ તરફ જઇ રહ્યા હતા ત્યારે ચાલુ ટ્રેનમાં ચકકર આવતા તેઓ નીચે પટકાયો હતો. ઇજાગ્રસ્ત યુવક તેમના ઘરના પરિવારનો મોબાઇલ નંબર આપતા આરપીએફ અને જીઅારપીની ટીમે પરીવારનો સંપર્ક કરીને સમગ્ર બનાવ અંગે જાણકારી આપી હતી. ઇજાગ્રસ્ત યુવકનો પરિવાર વાપી સ્ટેશને આવ્યા બાદ અનિકેતને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...