તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દમણમાં કાર્નિવલ ધ દમાઓ કાર્યક્રમનું આયોજન કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દમણ પર્યટન વિભાગ દ્વારા ઉગતા કલાકારોને પ્રોત્સાહન કરવા તથા પ્લેટફોર્મ આપવા માટે કાર્નિવલ ધ દમાઓ કાર્યક્રમનું આયોજન કરાયું છે. દમણના વિદ્યાર્થીઓને 17 અને 18 ઓગસ્ટે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની મુલાકાતે લઇ જવાયા હતા. વિદ્યાર્થીઓને કંપનીઓમાં ઉત્પાદન સંબધિત જાણકારી અાપી હતી. 19 ઓગસ્ટે ફરી એક વખત ચલો જીતે હે અને રાજી ફિલ્મ સ્વામી વિવેકાનંદ હોલમાં બતાવી હતી. 23 અને 24મી ઓગસ્ટે બપોરે 3 કલાકે એકલ ગાયન પ્રતિયોગીતાનું ઓડિશન થશે. 25 ઓગસ્ટે સવારે 8 કલાકે મોટી દમણ સ્થિત કિલ્લામાં ધરોહર યાત્રા કઢાશે. સાંજે એકલ ગાયન સ્પર્ધાની ફાયનલ થશે. આ ઉપરાંત 26મી ઓગસ્ટે પારંપરિક રીતે દમણના દરિયા કિનારે નાળિયેર પૂર્ણિમાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મહિલા અને યુવાઓ માટે પણ ખાસ કાર્યક્રમ અને સ્પર્ધા રાખવામાં આવ્યું છે. સંઘપ્રદેશ પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શનમાં દમણમાં 19 દિવસીય ગ્રાન્ડ કાર્નિવલ રાખવાનો મુખ્ય ઉદેશ્ય દમણના નવા ઉભરતા કલાકારોને પ્રોત્સાહિત કરીને પ્લેટફોર્મ આપવાનો છે.

અન્ય સમાચારો પણ છે...