તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અધિકારીઓના પાપે પારડી- વાપીમાં ‘મા કાર્ડ’ના ધાંધિયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજય સરકાર દ્વારા મા અમૃતમ યોજના હેઠળ લોકોને રૂ.2.50 લાખ સુધીની આરોગ્યની સુવિધા મળી રહે છે. જેને લઇ લોકો મા કાર્ડ કઢાવવા જે તે સેન્ટરો પર ઉમટી રહ્યા છે. પરંતુ વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ મા કાર્ડ માટે જરૂરી પુરાવાઓની ચકાસણીની કામગીરી ન કરાતાં ઉદવાડા પીએચસી કરતાં ઓપરેટરો લાચાર બની રહ્યાં છે. અધિકારીઓના પાપે વાપી અને પારડીમાં મા કાર્ડની કામગીરીમાં ધાંધિયા થઇ રહ્યાં છે. જેના પરિણામે અરજદારોએ હાલાકી પડે છે.

વાપી શહેર અને તાલુકાના અરજદારો માટે માં કાર્ડ માટે ભીલાડમાં સેન્ટર ફાળવામાં આવ્યું છે. જયારે પારડી શહેર અને તાલુકાના લોકો માટે ઉદવાડા સ્થિત ઓરવાડ પીએચસી ખાતે અલગથી સેન્ટર શરૂ કરાયું છે. પરંતુ અમૃતમ યોજના હેઠળ માં કાર્ડ માટે સૌ પ્રથમ પહેલા અરજદારોના કાગળોની (પુરાવાની)ની ચકાસણી વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા થતી હોય છે. અધિકારીઓ ઝડપથી આ કામગીરી પૂર્ણ કરતાં નથી. જેના પરિણામે ભીલાડ અને ઓરવાડ કેન્દ્ર ખાતે માં કાર્ડની કામગીરી કરતાં ઓપરેટરો પણ લાચાર બની રહ્યાં છે. અરજદારોએ ધક્કા ખાવાની નોબત આવી રહી છે.અધિકારીઓના પાપે વાપી અને પારડીમાં મા કાર્ડની કામગીરીમાં ધાંધિયા થઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...