• Gujarati News
  • ભીડભંજન મહાદેવ મંદિરનાં ટ્રસ્ટી અને જિલ્લા બ્રહ્મસમાજનાં આગેવાનોએ જળ વિસર્જનની માગ કરી

ભીડભંજન મહાદેવ મંદિરનાં ટ્રસ્ટી અને જિલ્લા બ્રહ્મસમાજનાં આગેવાનોએ જળ વિસર્જનની માગ કરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડઅને વાપીમાં અનંત ચૌદશનાં દિને POPવાળી શ્રીજીની મૂર્તિ‌ઓને GPCBનાં કૃત્રિમ કૂંડમાં વિસર્જીત કરાયા બાદ તેને દાટી દેવા GPCBનાં ઇરાદા સામે હિંદુ સમાજમાં ભારે નારાજગી ફેલાઇ છે. મુદ્દે વલસાડ ભીડભંજન મહાદેવ મંદિરનાં ટ્ર્સ્ટી અને જિલ્લા બ્રહ્મસમાજનાં આગેવાનોએ ધાર્મિ‌ક લાગણી દૂભાઇ તે રીતે મૂર્તિ‌ઓનું પાણીમાં વિસર્જન કરવા માગ કરી હતી.

ગણેશજીની POPની મૂર્તિ‌ઓને GPCB નિર્મિ‌ત કૃત્રિમ કૂંડમાં અનંત ચૌદશનાં દિને વલસાડ અને વાપી ખાતે વિસર્જીત કરાઇ હતી. વલસાડમાં ઔરંગાનાં ઓવારે કૃત્રિમ કૂંડમાં મોટી સંખ્યામાં ભક્તોએ મૂર્તિ‌ઓનું વિસર્જન કર્યું હતું. નદીઓમાં પ્રદૂષણ થાય અને પાણીની સપાટી ઉપર આવી જાય તે માટે પર્યાવરણને ધ્યાને લઇ GPCBએ કૂંડમાં વિસર્જીત કરાયેલી શ્રીજીની મૂર્તિ‌ઓ કોથળામાં ભરીને લઇ જવાઇ હતી, પરંતુ મૂર્તિ‌ઓને દાટી દેવાની ચાલી રહેલી પેરવી સામે હિંદુ સમાજમાં ઘેરા પ્રત્યાધાત પડયાં છે. GPCBએ સરકારી ગાઇડલાઇન મૂજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવો બચાવ કર્યો છે, પરંતુ તે હિંદુ સમાજનાં ગળે ઉતરે તેમ હોવાથી શુક્રવારે ભીડભંજન મહાદેવ મંદિરનાં શિવજી મહારાજ અને જિલ્લા બ્રહ્મસમાજનાં પ્રમુખ નરેન્દ્ર પંડયા સહિ‌ત આગેવાનોનું પ્રતિનિધિ મંડળ કલેકટરનાં દ્વારે પહોંચ્યું હતું. જ્યાં તેમણે કલેકટર ડૉ.વિક્રાંત પંડયા સમક્ષ રજૂઆત કરતાં શ્રીજીની મૂર્તિ‌ઓનું ધાર્મિ‌ક પરંપરા મુજબ જળમાં વિસર્જન કરવાની માગ કરી હતી અને જો પાણીમાં વિસર્જન કરવામાં આવે તો તેમને મૂર્તિ‌ઓ સોંપવા રજૂઆત કરી હતી. જો કે હાલે મુદ્દે સર્જા‍યેલા વિવાદ વચ્ચે કલેકટરે ભક્તોને સાંભળીને ધાર્મિ‌ક વિધિ અનુસાર પાણીમાં વિસર્જન કરાવવા હૈયાધરપત આપતાં હિંદુ સમાજનાં અગ્રણીઓએ સંતોષ વ્યકત કર્યો છે.

ગણેશજીની મૂર્તિ‌ઓનાં વિસર્જન મામલે સર્જા‍યેલો વિવાદ કલેકટરનાં દ્વારે

વલસાડ કલેક્ટરને શુક્રવારે શ્રીજી વિસર્જનના મુદ્દે હિન્દુ પ્રતિનિધિ મંડળે રજૂઆત કરી હતી.

કલેકટરે હૈયાધરપત આપી છે

GPCBપાસે કૃત્રિમ કૂંડમાં વિસર્જીત કરાયેલી મૂર્તિ‌ઓ હાલે વ્યવસ્થિત સ્થિતિમાં છે. કલેકટર ડૉ.વિક્રાંત પાંડેએ મુદ્દે કોઇની લાગણી દૂભાય તેનું ચોક્કસ ધ્યાન રાખવા હૈયાધરપત આપી છે. વર્ષે નાની-નાની શ્રીજીની મૂર્તિ‌ઓ પણ POPની હતી, જો કે નાની મૂર્તિ માટીની બને તે જરૂરી છે. મુદ્દે હવે જાગૃતિ અભિયાન ચલાવાશે. > શિવજીમહારાજ, સંચાલક,ભીડભંજન મંિદર

વિધિઅનુસાર વિસર્જન કરો

ગણેશજ