• Gujarati News
  • વાપીમાંવધતી જતી ગુનાખોરીને કાબુમાં લેવા માટે પોલીસ અવનવા પગલાં

વાપીમાંવધતી જતી ગુનાખોરીને કાબુમાં લેવા માટે પોલીસ અવનવા પગલાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપીમાંવધતી જતી ગુનાખોરીને કાબુમાં લેવા માટે પોલીસ અવનવા પગલાં ભરી રહી છે. વાપીમાં ખાસ કરીને ગુનાખોરીમાં અન્ય શહેર કે અન્ય રાજ્યોના લોકોનો મોટો હાથ રહેતો હોય છે. આવા લોકો ગોડાઉન, ફેક્ટરી કે ઘર ભાડે લઇ ગુનાખોરી આચરતા હોવાનું અનેક કિસ્સાઓમાં પોલીસને જાણવા મળ્યું છે, પરંતુ પોતાનું ગોડાઉન કે ઘર ભાડે આપ્યું હોવાની માહિ‌તી મકાન કે ગોડાઉન માલિકે પોલીસને આપી હતી. માટે જાહેરનામું પુરું થઇ જતાં પોલીસ તેમના વિરૂદ્ધ પગલાં લઇ શકી હતી. જેને લઇ જાહેરનામું ફરીથી રિપીટ કર્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી ભાડુઆતોની જાણકારી પોલીસને આપવાનું ફરજિયાત બનાવ્યું છે. જાહેરનામામાં પોલીસે જણાવ્યું કે, કોઇ પણ વ્યક્તિ પોતાની મિલકત જેમકે, દુકાન, ગોડાઉન, ઘર, ઑફિસ વગેરે ભાડે આપે તો ભાડે લેનારની યોગ્ય માહિ‌તી લેવી જરૂરી છે. તેના ઓળખના પુરાવાની એક નકલ મિલકત માલિકે પોલીસ મથકે જમા કરાવવાની રહેશે. જો માલિકો ભાડુઆતોની વિગત પોલીસ મથકે જમા કરાવે તો માલિક વિરૂદ્ધ પોલીસ પગલાં ભરશે.

વાપીમાં તાજેતરમાં રક્ત ચંદનનું એક ગોડાઉન પકડાયું હતું. ડીઆરઆઇએ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યાર બાદ પણ આવા અનેક ગુનાઓ બનતાં રહેતા હતા. ત્યારે જો, માલિકો ભાડુઆતોની વિગત રાખે તો આવા કેસમાં ગુનેગારોને પકડવા પોલીસને સુગમતા રહેશે. જેને લઇ જાહેરનામુ ફરીથી બહાર પડાયું છે.

તપાસ

પોલીસને જાણ કરનાર સામે પગલાં

મેજિસ્ટ્રેટેભાડુઆતોની વિગત પોલીસને જાણકારી આપવાનું જાહેરનામુ બહાર પાડયું છે. જાહેરનામા અંગે પ્રચાર કરાશે. ત્યાર બાદ જો કોઇ પણ વ્યક્તિ ભાડુઆતોની વિગત આપે તો તેના વિરુદ્ધ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. > ડી.એચ.ગોર,PI,GIDC, વાપી.

ભાડુઆતોની જાણકારી આપનારને પોલીસ જેલમાં પુરશે