ભાસ્કર ન્યુઝ.વાપી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ.વાપી

વાપીગીતા નગરમાં 18 વર્ષિય યુવાનનું હરીયા હોસ્પિટલમાં સારવાર બાદ ભેદી તાવના કારણે મોત થયું હતું. વાપી વિસ્તારમાં ડેન્ગ્યુના કેસો વચ્ચે યુવાનનું ભેદી તાવના કારણે મોત થતાં લોકોમાં ડરનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આરોગ્ય વિભાગ વાપી વિસ્તારમાં સ્પેશિલ કામગીરી છતાં પણ તાવ કે શંકાસ્પદ ડેન્ગ્યુના કેસો સતત વધી રહ્યા છે.

વાપી તથા આજુબાજુના વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી ડેન્ગ્યુના કેસો વધી રહ્યા છે, ચણોદની 7 વષિય બાળકીનું શંકાસ્પદ ડેન્ગ્યુના કારણે મોત નિપજ્યું હતું. ત્યારબાદ આરોગ્ય વિભાગે વિસ્તારમાં ખાસ કામગીરી હાથ ધરી હતી. આમ છતાં શંકાસ્પદ ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે વાપી ગીતા નગરમાં રહેતા સુમિત સુદર્શન સહાની ઉ.વ.18ની તબિયત લથડતા તેને વાપીની હરીયા હોસ્પિટલમાંસારવાર અર્થે ખસેડાયો હતો. જયા સારવાર લીધા બાદ તેનું ભેદી તાવના કારણે મોત નિપજ્યુંું હતું. ટૂંકી સારવાર દરિમયાન યુવાનનું મોત નિપજતાં લોકોમાં પણ ગભરાહટ જોવા મળી રહ્યો છે. વાપી વિસ્તારમાં શંસ્કાસપ્રદ ડેન્ગ્યુના કેસોની સાથે ભેદી તાવના કેસો પણ પ્રકાશમાં આવી રહયા છે, જેના કારણે વાપી પંથકમાં રોગચાળાએ માથુ ઉંચકયું છે. આરોગ્ય વિભાગની વાપી વિસ્તારમાં ખાસ કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

ભેદી તાવથી યુવાનનું મોત