• Gujarati News
  • National
  • ભારે વસસાદથી કોષ ખાડીનો કોઝવે પાણીમાં ગરક થયો

ભારે વસસાદથી કોષ ખાડીનો કોઝવે પાણીમાં ગરક થયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરાગામેથી મહુવાસ તરફ જતા માર્ગ ઉપર આવેલા કોષ ખાડીના માર્ગ ઉપર અચાનક પાણીનો પ્રવાહ વધતા રસ્તા ઉપર પાણી ફરી વળતા માર્ગ ઉપર અવરજવર કરતા લોકોને સહન કરવાનો વારો આવ્યો હતો. વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તાર ધરાવતા સરા ગામેથી મહુવાસ તરફ જતા માર્ગ ઉપર કોષ ખાડીનો લો લેવલ કોઝવે (પિંચિગ ) આવેલો હોવાથી આજે અચાનક જોરદાર વરસાદી ઝાપટુ પડવા સાથે ઉપરવાસથી કોષ ખાડીમાં પાણીનો પ્રવાહ વધુ આવતા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા સરાથી મહુવાસ તેમજ વાંસદા અવરજવર કરતા સ્થાનિકો અટવાયા હતા અને લોકોને ફેરો ફરીને જવાનો વારો આવતા સહન કરવાનો વારો આવ્યો હતો. જોકે સૂત્રોના જણાવ્યાનુસાર વરસાદ બંધ થતા પાણી ઉતરી ગયા હતા. લોકોને કોઝવેને ઉંચો બનાવવામાં આવે તો ચોમાસામાં પડતી આવી મુશ્કેલીથી રાહત મળશે.

અન્ય સમાચારો પણ છે...