તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • યાત્રાધામ ઉનાઈમાં રિપેરિંગ માટે રેલવે ફાટક બે દિવસ બંધ રહેશે

યાત્રાધામ ઉનાઈમાં રિપેરિંગ માટે રેલવે ફાટક બે દિવસ બંધ રહેશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યાત્રાધામઉનાઈ ખાતેથી પસાર થતા વાપી-શામળાજી ધોરીમાર્ગ ઉપર આવેલા રેલવે ફાટકનું રિપેરિંગ કામ હોવાથી બે દિવસ ફાટક બંધ રહેતા બારતાડ ગામેથી ડાયવર્ઝન અપાયો હતો.

વાંસદા તાલુકાના ઉનાઈ ગામેથી પસાર થતા વાપી-શામળાજી ધોરીમાર્ગ ઉપર ઉનાઈ માતાજીના મંદિર નજીક રેલવે ક્રોસિંગ આવેલું હોય ક્રોસિંગનું રિપેરિંગ કામકાજ રેલવે તંત્ર દ્વારા આજે 21 અને 22મી સુધી ચાલુ કર્યું છે. જેથી આજથી સવારે 8 વાગ્યાના સુમારે ફાટક બંધ કરી દેવામાં આવી હતી. જોકે કામચલાઉ ધોરણે ઉનાઈ નજીક બારતાડ (ઉ) ગામેથી પસાર થતો નાનો રસ્તા ઉપર ડાયવર્ઝન આપવામાં આવ્યો છે.

જે ખંભાલીયા ગામે અંબિકા નદી નજીક નીકળતો હોય કેટલાક યાત્રાળુઓ દર્શનાર્થે આવત હોય તેમને સહન કરવાનો વારો આવ્યો હતો.

ફાટક બંધ હોવાનો કેટલાક વાહનચાલકોને ખ્યાલ આવતા ફાટક સુધી આવી પાછી વળવાનો વારો આવ્યો હતો. પોલીસ તંત્ર દ્વારા છેવટે હોમગાર્ડ મુકી વાહનચાલકોનું માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું હતું. કામ કાલે પણ હોવાથી હજુ એક દિવસ વાહનચાલકોને ડાયવર્ઝનનો ઉપયોગ કરવો પડશે.

ઉનાઈ ખાતે આવેલ રેલવે ફાટકનું રિપેરકામના કારણે ડાયવર્ઝન અપાયો હતો.