તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આસુરા પાસેથી તમંચો તથા કારતૂસ સાથે 2ની ધરપકડ

આસુરા પાસેથી તમંચો તથા કારતૂસ સાથે 2ની ધરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરમપુરઆસુરાઝાંપા ચાર રસ્તા પાસેથી શનિવારે વલસાડ જીલ્લા એલસીબીએ દેશી તમંચો અને જીવતા કારતૂસ સાથે બે આરોપીઓની ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા. હથિયાર ઉત્તર પ્રદેશમાંથી લવાયા હતા.

ધરમપુર પોલીસ મથકે પ્રાપ્ત માહિતી મુજબ વલસાડ જિલ્લામાં મિલકત સંબંધી ગુના અટકાવવાની સાથે અસામાજિક માનસ ધરાવતા ઇસમો ગેરકાયદે હથિયારો રાખતા હોય તે અંગે વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા પોલી અધિક્ષક વલસાડની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્ચાર્જ પીઆઇ આર.જી.દેસાઇ વલસાડ સ્ટાફ સાથે શનિવારે ધરમપુર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસને ખાનગી રાહે આસુરાઝાંપા વિસ્તારમાં ચાર રસ્તાથી આગળ વાંસદા તરફના રોડ ઉપર બે ઇસમો ફરે છે અને તેઓ પાસે ગેરકાયદે હથિયાર હોવાની બાતમી મળી હતી. વલસાડ એલસીબીએ મળેલી બાતમીના આધારે પંચો સાથે આસુરાઝાંપા ચાર રસ્તા પર વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન વાંસદા તરફથી વર્ણન મુજબના બે શખસો આવતા હોય તેમને પોલીસે ઘેરતા ભાગવા જતા પોલીસે બંને શખસોને ઝડપી પાડી અંગ જડતી લેતા એકની પાસેથી દેશી બનાવટનો તમંચો અને બીજા પાસેથી બે જીવતા કારતૂસ મળી આવતા પોલીસે કબજે કર્યા હતા. પોલીસે શબ્બીર યાસીન અન્સારી રહે. ઉનાઇ માતાજીના મંદિર રોડ, શાકભાજી માર્કેટ, મૂળ રહે. ગામ બરીયારપુર, તા. જિ. દેવરીયા, યુપી અને સતિષભાઇ રૂવાજીભાઇ ગામિત રહે. ગામ ઉનાઇ, ચરવી, ગામીત ફળિયા તા. વાંસદાને એકબીજાની મદદગારીથી તેઓના કબજામાં ગેરકાયદે રીતે એક દેશી હાથ બનાવટનો તમંચો કિંમત રૂ. 2000 તથા જીવતા કારતૂસ નંગ 2 કિંમત રૂ. 200 તથા મોબાઇલ નંગ 2 કિંમત રૂ. 1000 મળી કુલ રૂ. 3200 નો મુદ્દામાલ સાથે પકડી પૂછપરછ કરતા આરોપી યાસીન અન્સારીને ત્યા ગત મે માસ-2016 માં તેના ગામ બરીયારપુર, યુપીથી આવેલા વીરસિંગ ચૌહાણ નામના ઇસમે તમંચો અને કારતૂસ આપ્યા હોવાનું બહાર આવતા પોલીસે વીરસિંગ ચૌહાણને વોન્ટેડ જાહેર કરી આર્મ્સ એકટનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...