તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ગંગપુર ગામે શિવકથા જ્ઞાનયજ્ઞ મહોત્સવનું આયોજન

ગંગપુર ગામે શિવકથા જ્ઞાનયજ્ઞ મહોત્સવનું આયોજન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગંગપુર ગામે શિવકથા જ્ઞાનયજ્ઞ મહોત્સવનું આયોજનવાંસદાતાલુકાના ગંગપુર ગામે ગામના સરપંચ ઈન્દુબેન ગાંવિત અને ગંગપુર (ઉ.ફ) મંડળના પ્રમુખ કમલેશભાઈ ગાંવિત તેમજ મંડળના સભ્યો દ્વારા ગંગપુરના સિદ્ધદાતા હનુમાનજી મંદિરના વિકાસઅર્થે મંદિર પરિસરમાં તા.19થી 25 દરમિયાન શિવકથા જ્ઞાનયજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેની પોથીયાત્રા તા.19 જાન્યુઆરીના રોજ સાંજે 5.00 કલાકે પંચાયત સભ્ય વસંતભાઈ ચવધરીના પાંડુ ફળિયાના નિવાસસ્થાનેથી નીકળશે.

દરરોજ રાત્રે 8થી 11 દરમિયાન યોજાનાર કથામાં વક્તા રામમંદિર શાસ્ત્રીજી (રોણવેલવાળા) અર્મતવાણી વહાવશે. કથાના આચાર્ય તરીકે વાંસદાના નિલેશભાઈ શાસ્ત્રી હાજર રહેશે.