તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વાંસદા |વાંસદા તાલુકા કેળવણી મંડળ સંચાલિત પ્રતાપ હાઈસ્કૂલ વાંસદામાં શિક્ષક

વાંસદા |વાંસદા તાલુકા કેળવણી મંડળ સંચાલિત પ્રતાપ હાઈસ્કૂલ વાંસદામાં શિક્ષક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા |વાંસદા તાલુકા કેળવણી મંડળ સંચાલિત પ્રતાપ હાઈસ્કૂલ વાંસદામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કિશોરસિંહ દલપતસિંહ જાદવ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ શાળાના પ્રાર્થના હોલમાં રાખવામાં આવ્યો હતો. વાંસદા તાલુકા કેળવણી મંડળ પ્રમુખ નટવરલાલ પાંચાલે સન્માનપત્ર આપી સન્માન કર્યું હતું. જયારે ઉપપ્રમુખ મગનભાઈ પટેલે શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. મંત્રી ધર્મેશભાઈ પુરોહિત, ટ્રસ્ટી ધર્મેન્દ્રસિંહ સોલંકીએ સ્મૃતિ ભેટ આપી સન્માનિત કર્યા હતા. પ્રસંગે કારોબારી સભ્ય ભરતભાઈ, ભુપેન્દ્રભાઈ પટેલ,અંબરીશભાઈ વાંસદિયા, નીતિનભાઈ સંચેતી અને રવુભાઇ પાનવાલા ઉપસ્થિત રહ્યા હતા. શાળાના શિક્ષકોએ તેમના પ્રતિભાવમાં કિશોરસિંહ જાદવે કરેલી કામગીરીના સંસ્મરણો વાગોળ્યા હતા. આચાર્ય મહેન્દ્રસિંહ પરમારે વૃત્તિથી શિક્ષક હોય તે ક્યારેય નિવૃત થઇ શકે એમ જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક વિનોદભાઈ કટારીયાએ કર્યું હતું.

વાંસદાની પ્રતાપ હાઈસ્કૂલના શિક્ષકને નિવૃત્તિ વિદાય

અન્ય સમાચારો પણ છે...