તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ઈમ્પેક્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચંપાવાડીવિસ્તારમાં રોડ ઉપર કપચી નાંખ્યા બાદ કામ શરૂ કરાયાનો દિવ્ય ભાસ્કરમાં સચિત્ર સાથે અહેવાલ પ્રસિદ્ધ થતા આજથી કોન્ટ્રાકટર દ્વારા કપચી પાથરવાનું કામ શરૂ કરાયું હતું.

વાંસદા તાલુકાના મુખ્ય મથક વાંસદા નગરના ચંપાવાડી વિસ્તારમાં છેલા કેટલાક દિવસોથી રોડ ઉપર કપચી નાંખ્યા બાદ કામ શરૂ કરાતા લોકો હાલાકિ ભોગવી રહ્યા હતા. અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થતા કોન્ટ્રાકટર દ્વારા આજે સવારમાં જેસીબી લગાવી રસ્તા ઉપર પડેલી કપચી પાથરવાનું શરૂ કરાયું હતું. કામગીરી શરૂ કરાતા વિસ્તારના લોકોએ દિવ્ય ભાસ્કરનો આભાર વ્યક્ત કર્યો હતો.

રોડ ઉપર નાંખેલી કપચીને લઈ લોકો હાલાકિ ભોગવી રહ્યા હતા અને ઘણાં વાહનચાલકો અકસ્માતના ભોગ પણ બન્યા હતા. ચંપાવાડીથી વાંસીયા તળાવને જોડતા રસ્તા ઉપર આજે જેસીબી મશીનથી કપચી રોડ ઉપર પાથરવાનું કામ શરૂ કરાતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી.

રસ્તા વચ્ચે મૂકાયેલી કપચીના કારણે રાત્રિના સમયે અકસ્માત પણ થયા હતા. હાલ કપચી પાથરવાનું શરૂ કરવામાં આવતા સ્થાનિક લોકોને વાહન લઇ અવરજવર કરવામાં રાહત થઇ છે.

વાંસદા ચંપાવાડી વિસ્તારમાં રોડ ઉપર કપચી પાથરવાની કામગીરી શરૂ કરાઈ હતી. તસવીર- તુલસીદાસ વૈષ્ણવ

ચંપાવાડીમાં રોડ ઉપર નાંખેલી કપચી પાથરવાનું કામ શરૂ

અન્ય સમાચારો પણ છે...