તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભાસ્કર િવશેષ | વાંસદા નગરના ચંપાવાડી વિસ્તારમાં એક માસ થવા આવ્યો અને કપચીના ઢગલા ત્યાના ત્યાજ

ભાસ્કર િવશેષ | વાંસદા નગરના ચંપાવાડી વિસ્તારમાં એક માસ થવા આવ્યો અને કપચીના ઢગલા ત્યાના ત્યાજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદાનગરના ચંપાવાડી વિસ્તારમાં ચૂંટણી નજીક આવી રહ્યાં હોવાને કારણે ઉપરા ઉપરી રોડના ખાતમુર્હત કરાયા અને છેલ્લા એક માસથી વિસ્તારના બે ફળીયામાં રોડ ઉપર પત્થરની કપચી નખાયા બાદ કામ શરૂ કરતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે.

વાંસદા નગરના ચંપાવાડી વિસ્તારથી વાસીયા તળાવને જોડતા રસ્તા ઉપર અને અબ્બાસ શેખની ગલીમાં છેલ્લા એક માસથી રોડ બનાવવા માટે પથ્થરની કપચીનાં ઢગલા કોન્ટ્રાકટર દ્વારા નાખવામાં આવી છે જેને લઇ વિસ્તારમાં રહેતા લોકો હાલાકી ભોગવી રહ્યાં છે.

પત્થરની કપચીના ઢગલાને લઇ લોકો પોતાની ફોર વ્હીલર ગાડીઓ ઘરથી દુર ઉભી રાખવી પડે છે અને પત્થરની કપચીનાં ઢગલાને લઇ વાહન ચાલકો તો ઠીક પણ પગપાળા જનાર લોકો તો ચાલી શકે એમ નથી અને પત્થરને લઇ કેટલાક વાહન ચાલકો અંધારામાં અકસ્માતનો ભોગ બની રહ્યાં છે. વિસ્તારના લોકોની માંગ ઉઠી છે કે વહેલી તકે પત્થરની કપચીનાં ઢગલાને રોડ ઉપર પાથરી લોકોને પડતી તકલીફ દુર કરે.

ચંપાવાડીથી વસિયા તળાવને જોડતા રસ્તા ઉપર અને અંદરના રસ્તા ઉપર કપચીના ઢગલા નજરે પડે છે. તસવીર-તુલસીદાસવૈષ્ણવ

રોડ બનાવવા નાખેલી કપચીને લઈ લોકોને પડતી હાલાકી

અન્ય સમાચારો પણ છે...