• Gujarati News
  • National
  • વાંસદામાં સેવા સેતુ કાર્યક્રમમાં 1771 અરજીઓનો હકારાત્મક ઉકેલ લવાયો

વાંસદામાં સેવા સેતુ કાર્યક્રમમાં 1771 અરજીઓનો હકારાત્મક ઉકેલ લવાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદાનગરમાં કુમારશાળા ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં કુલ દસ ગામોની 1771 અરજીઓનો સ્થળ પર હકારાત્મક ઉકેલ કરવામાં આવ્યો હતો.

રાજ્યના વહીવટમાં પારદર્શીતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલ ઝડપભેર વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા આયોજિત સેવા સેતુ કાર્યક્રમનો ગામે ગામ ભારે પ્રતિસાદ સાપડી રહ્યો છે, જે અંતર્યત વાંસદા નગરમાં કુમાર શાળા ખાતે દસ ગામોને સમાવતો સેવા સેતુ કાર્યક્રમ આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી ઇન્દુબેન પટેલ અને ઇન્ચાર્જ મામલતદાર ભોયા, સીનીયર ઇન્સપેક્ટર જે.વી.ચાવડા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો.આ સેવા સેતુ કાર્યક્રમમાં દસ ગામોના 3216 લોકો હાજર રહ્યા હતા અને કુલ 1771 અરજદારોએ મહેસુલ, ખેતીવાડી, પંચાયત, પશુપાલન, પોલીસ, જીઇબી, વન, પાણી પુરવઠા, આરોગ્ય, આદિજાતિ અને જમીન માપણી વિભાગ સાથે રેશનકાર્ડમાં અમૃતમ કાર્ડ તથા સરકારની વિવિધ યોજના માટે અરજીઓ કરવામાં આવતા તમામ 1771 અરજીઓનો સ્થળ પર ઉકેલ કરવામાં આવ્યો હતો.

અધિકારીઓની ઉપસ્થિતિ સાથે દસ ગામોના 3216 લોકો હાજર રહ્યા

અન્ય સમાચારો પણ છે...