તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • લીમઝર દૂધ મંડળીના મંત્રીએ રૂ. 29 લાખની ઉચાપત કર્યાની રાવ

લીમઝર દૂધ મંડળીના મંત્રીએ રૂ. 29 લાખની ઉચાપત કર્યાની રાવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદાતાલુકાના લીમઝર ગામે આવેલી દૂધ મંડળીમાં 15 વર્ષથી મંત્રીનો હોદ્દો ધરાવનારે મંડળીના રૂ. 29 લાખની સિલક વાપરી નાંખી હોવાનું ઓડિટમાં બહાર આવતા તેણે રૂ. 10 લાખ પ્રથમ મંડળીમાં જમા કરાવવાની લેખિત બાંહેધરી આપી હોવા છતાં જમા કરાવતા સભાસદોએ યોગ્ય કાર્યવાહી કરવા કલેકટર અને પ્રાંતને લેખિત જાણ કરી વાંસદા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું. વાંસદા તાલુકાના લીમઝર ગામે છેલ્લા 25વર્ષથી લીમઝર વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ. ચાલે છે. જેમાં છેલ્લા 15 વર્ષથી પ્રમુખનો હોદ્દો જશવંતભાઈ વસંતભાઈ ભગરીયા અને મંત્રી તરીકે નગીનભાઈ બાપુભાઈ ગામીત (રહે. લીમઝર) ધરાવતા હતા. હાલ મંડળીમાં પ્રમુખ રમણભાઈ પટેલ અને મંત્રી તરીકે દીનુભાઈ પટેલ કામચલાઉ હોદ્દો ધરાવે છે. મંડળીમાં તા. 15 સપ્ટેમ્બર 15ના રોજ વસુધારા ડેરી સંઘના ઓડિટર દ્વારા રોજમેળ ચેક કરાતા મંત્રી નગીનભાઈ ગાંવિતે મંડળીની હાથ પરની રોકડ સિલક રૂ. 29,15,867ની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું હતું. ઓડિટ દરમિયાન બહાર આવેલી રકમ મંડળીમાં પરત જમા કરાવવા માટે મંડળીના હાલના પ્રમુખ રમણભાઈ પટેલે તા. 15 ડિસેમ્બર 15ના રોજ લેખિત નોટીસ આપી હતી. હાલ રૂ. 10 લાખ તુરંત મંડળીમાં જમા કરાવવા સૂચના આપી હતી.જેથી મંત્રીએ 60 દિવસમાં તે જમા કરાવવાની ખાતરી આપી હોવા છતાં રકમ જમા નહીં કરાવી છેતરપિંડી કરાતા આવેદનપત્ર પાઠવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...