• Gujarati News
  • વાંસદા તાલુકાના 15 ગામોમાંથી 13 ગામની આંગણવાડી જર્જરિત

વાંસદા તાલુકાના 15 ગામોમાંથી 13 ગામની આંગણવાડી જર્જરિત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદાતાલુકામાં મોટાભાગની આંગણવાડીઓ જર્જરિત હાલતમાં હોવાથી આંગણવાડીમાં આવતા નાના ભૂલકાઓના માથે ભયનું સંકટ તોળાઈ રહ્યું હોવાની રજૂઆત તાલુકા કોંગ્રેસ પ્રમુખ અનંત પટેલ સમક્ષ થતા તાલુકા કોંગ્રેસ દ્વારા 15 ગામોની આંગણવાડીના સરવેમાં 13 આંગણવાડીની હાલત ભયજનક હોવાનું ધ્યાને આવ્યાનું કોંગ્રેસ દ્વારા જણાવાયું છે.

આંગણવાડીઓની મુલાકાત બાદ મળેલી બેઠકમાં કોંગ્રેસ પ્રમુખ અનંત પટેલે જણાવ્યું હતું કે વહીવટીતંત્ર કુપોષણ નિવારણના પ્રયાસો સાથે આંગણવાડીઓમાં આવતા ગરીબ આદિવાસીઓના બાળકોના માથે તોળાતું ભયનું સંકટ દૂર કરવા આગામી દિવસોમાં જર્જરિત આંગણવાડીઓના મુદ્દે અને નાના ભૂલકાઓના હિતમાં કોંગ્રેસ દ્વારા રેલી કાઢીને આવેદનપત્ર પાઠવવાની ચિમકી ઉચ્ચારી હતી.

ઉપરોક્ત કેટલીક આંગણવાડીઓ ભયજનક હોય બાળકો અન્ય જગ્યા પર ઓટલા પર બેસવાનો વારો આવ્યો છે. જ્યારે ઉપરોક્ત તમામ આંગણવાડીઓમાં પાણીની સુવિધા અને શૌચાલયની સુવિધા તેમજ આંગણવાડીની બારીઓ તૂટેલી હાલતમાં અને પતરાં તૂટેલા હોવાનું ધ્યાન પર આવ્યું હતું.

આંગણવાડીઓની મુલાકાત બાદ મળેલી બેઠકમાં કોંગ્રેસ પ્રમુખ અનંત પટેલે જણાવ્યું હતું કે વહીવટીતંત્ર કુપોષણ નિવારણના પ્રયાસો સાથે ગરીબ આદિવાસી બાળકોના માથે તોળાતુ ભયનું સંકટ દૂર કરવામાં કોઈને રસ નથી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તો માત્ર 15 આંગણવાડીઓનો સરવે કરવામાં આવ્યો છે. જેમાંથી 13 આંગણવાડીઓ અત્યંત જર્જરિત હાલતમાં છે ત્યારે વાંસદા તાલુકાની અન્ય આંગણવાડીઓની પણ હાલત આજ પ્રકારની હશે જેથી તાલુકાની અન્ય આંગણવાડીઓનો સર્વે કર્યા બાદ જર્જરિત આંગણવાડીઓના મુદ્દે અને નાના ભૂલકાઓના હિતમાં કોંગ્રેસ આગામી દિવસોમાં રેલી કાઢી આવેદનપત્ર પાઠવી તાલુકાની તમામ આંગણવાડીઓનું નવિનીકરણ કરવા માગણી કરશે.

વાંસદા તાલુકાના 15 ગામોમાંથી 13 ગામની આંગણવાડી જર્જરિત.

આંગવાડીઓનો સરવે કરાયો

વાંસદાતાલુકામાંમોટાભાગની આંગણવાડીઓ જર્જરિત હાલતમાં હોવાથી બાળકોના માથે ભયનું સંકટ હોવાની રજૂઆત બાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અનંત પટેલ, રવુભાઈ પાનવાલા, શરદભાઈ પટેલ, વાંસદાના ડે.સરપંચ હસમુખભાઈ શર્મા, ઉનાઈના સરપંચ અશ્વિનભાઈ ગામીત, સભ્ય ઈલ્યાસ પ્રાણીયા, દિનેશ પટેલ, મનોજ પટેલ, સુમિત્રાબેન, નિલેશભાઈ સહિતના આગેવાનોએ તાલુકાના કુરેલીયા, હોળીપાડા, સરા, દુબળ ફળિયા, વાંસદાના વડલી ફળિયા, પીપલખેડ, આંબાબારી, પ્રતાપનગર, લાકડબારી, ચોંઢા, રવાણીયા, કાંટસવેલ, વાંસદા નવા ફળિયા ખાતેની આંગણવાડીઓનો સરવે કરાયો હતો.