• Gujarati News
  • National
  • ખાતામાંથી નાણાં ઉપડી જતાં ફરિયાદ માટે કાંટસવેલથી વૃદ્ધા વ્હીલચેર પર વાંસદા પહોંચી

ખાતામાંથી નાણાં ઉપડી જતાં ફરિયાદ માટે કાંટસવેલથી વૃદ્ધા વ્હીલચેર પર વાંસદા પહોંચી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા તાલુકાના કાંટસવેલ ડુંગરી ફળિયામાં રહેતા અશક્ત વયોવૃદ્ધ અંદાજીત 85 વર્ષના કાંટસવેલ ગામેથી વ્હીલચેરમાં 15 કિલોમીટર કાપીને પોલીસ મથકે પહોંચતા પોલીસ સ્ટાફે વયોવૃદ્ધ મહિલાને માનવતાનું ઉદાહરણ પુરૂ પાડી મહિલા અશક્ત હોવાથી અરજી ફરિયાદ લઈ પોલીસ સ્ટેશનની બહાર લઇ મહિલાને ચા નાસ્તો કરાવી રીક્ષા ભાડે કરી પોતાના ગામે પરત મોકલી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વૃદ્ધાના ખાતામાંથી કોઇકે નાણાં ઉપાડી લીધા હતા તે અંગે ફરિયાદ કરવા આવ્યા હતા.

કાંટ્સવેલના ડુંગરી ફળિયા રહેતી અશક્ત વયોવૃદ્ધ અને દિવ્યાંગ મહિલા લક્ષ્મીબેન પટેલ (85) એ 15 કિલોમીટર દુર કાંટ્સવેલથી વ્હીલ ચેર ઉપર વાંસદા પોલીસ મથકે આવી પહોંચતા પીએસઆઈ જે.વી.ચાવડા પ્રોહિ.ની કામગીરી માટે બહાર હોવાથી પી.એસ.ઓ જગદીશચંદ્ર વેડુભાઈને ટેલિફોનથી સુચના આપી હતી કે વયોવૃદ્ધ મહિલા અશક્ત અને દિવ્યાંગ હોવાથી પોલીસ મથકની અંદર આવી શકે એમ ન હોવાને કારણે બહાર જઈ ફરિયાદ લેવા જણાવ્યું હતું. પીએસઓ પોતે બહાર આવી પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં વૃદ્ધાની ફરિયાદ લીધી હતી અને પીએસઓ દ્વારા મહિલાને નાસ્તો કરાવી પોલીસ તથા યુવાનો દ્વારા ટેમ્પોમાં મહિલા અને વ્હીલચેર અંદર મૂકી કાંટ્સવેલ ગામે ઘરે પહોચાડવાની વ્યવસ્થા કરી વાંસદા પોલીસ દ્વારા માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મહિલાની તેના ખાતામાંથી કોઈકે નાણાં ઉપાડી લીધાની અરજી ફરિયાદ લઇ વાંસદા પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી શરુ કરી છે.

એમને સાંભળ્યા હતા
કાંટ્સવેલ ગામની વયોવૃદ્ધ મહિલાને કુટુંબીજનો દ્વારા હેરાનગતિને લઇ વ્હીલચેર ઉપર પોલીસ મથકે ફરિઆદ માટે આવતાની તુરંત પી.એસ.ઓ ને જાણ કરી તમામ પ્રકાર ની સુવિધા સાથે ફરિયાદ લેવા જણાવી હું પોતે પોલીસ મથકે આવી એમને સાંભળ્યા હતા. જે.વી.ચાવડા, પીએસઆઈ, વાંસદા પોલીસ સ્ટેશન

અન્ય સમાચારો પણ છે...