તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • સરા વિસ્તારમાં શ્રીજીની અનેક પ્રતિમાનું વિસર્જન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરા વિસ્તારમાં શ્રીજીની અનેક પ્રતિમાનું વિસર્જન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાઈનજીક સરા અને આજુબાજુ વિસ્તારના ગણેશ મંડળ દ્વારા 7મા દિવસે શ્રીજીનું વિસર્જન ભક્તો દ્વારા કરાયું હતું.

વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તાર ધરાવતા સરા અને ખરજઈ તેમજ આજુબાજુના ગણેશ મંડળો દ્વારા બાપાને સાતમે દિવસે વિદાય અપાઈ હતી. સાતમા દિવસે વિસ્તારમાંથી પસાર થતી અંબિકા નદીના ઓવારા ખાતે વિસર્જન કરતા હોય છે.

સરા અને ખરજઈ ખાતે બપોર બાદ શ્રીજીની વિધિવત પૂજા સાથે ઢોલનગારા તેમજ નૃત્ય સાથે સરાના સમર્પણ નવયુવક મંડળ દ્વારા બાપાની વિસર્જન યાત્રા નીકળતા પટેલ ફળિયાના સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં જોડાયા હતા. વિસ્તારમાં નવયુવાનો સાથે મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ માહોલ સાથે શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન કરાયું હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે ખરજઈના વિવિધ મંડળો દ્વારા બાપાને વિદાય અપાઈ હતી.

સરા ખાતે વિસર્જન કરતા શ્રીજીના ભક્તો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો