તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • તાપી જિલ્લાના યુવાનનું વાંસદામાં રહસ્યમય મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાપી જિલ્લાના યુવાનનું વાંસદામાં રહસ્યમય મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપીજિલ્લાના ડોલવણ તાલુકાના બોરકચ્છ ગામના યુવાનની વાંસદાના ચરવી ગામે ગામીત ફળિયામાં આવેલા કૂવામાંથી લાશ મળી છે. હાલ વાંસદા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના બોરકચ્છ ડુંગરી ફળિયામાં રહેતો મહેશભાઈ ભાણાભાઈ ચૌધરી કામ અર્થે ઉનાઈ આવ્યો હતો પરંતુ ત્યારબાદ તેનો કોઈ પત્તો લાગ્યો હતો. આથી તેના પરિવારે મહેશ ચૌધરીની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન વાંસદાના ચરવી ગામે ગામીત ફળિયામાં કુવામાંથી લાશ મળી આવી હતી. જેને બહાર કાઢી પોલીસે તપાસ કરતા તે મહેશભાઈ ચૌધરી હોવાનું બહાર નીકળ્યું હતું. આથી પોલીસે મૃતકના પરિવારના સભ્યોને તેની જાણ કરી હતી. હાલ વાંસદા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. જોકે યુવાનના મોત અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે તે કૂવામાં લપસી જતા પડ્યો કે કૂવામાં ઝંપલાવ્યું કે કોઈક તેને કૂવામાં નાંખી ગયું એવા અનેક તર્કવિતર્ક શરૂ થઈ ગયા છે.

યુવકનો મૃતદેહ કૂવામાંથી મળી આવ્યો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો