• Gujarati News
  • National
  • તમારી પાસે એક કલ્યાણ મિત્ર હોવો જોઇએ: મુનિ ધર્મબોધિવિજયજી

તમારી પાસે એક કલ્યાણ મિત્ર હોવો જોઇએ: મુનિ ધર્મબોધિવિજયજી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બુહારીજૈન સંઘમાં બિરાજમાન પૂજ્ય ધર્મબોધિવિજયજી રોજ જાહેર પ્રવચનો આપે છે.રોજ કે.એલ.ઝવેરી સાર્વજનિક હાઇસ્કુલ અને પ્રાથમિક સ્કુલમાં પણ બાળકોને માર્ગદર્શન માટે પ્રવચન ફરમાવે છે. ગઇકાલે જૈન ઉપાશ્રયમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે સ્પેશ્યલ સેસન યોજાયું હતુ.

વિદ્યાર્થીઓને વિવિધ વિષયક માર્ગદર્શન આપતા પૂજ્યશ્રીએ જણાવ્યું હતુ કે તમને મળનારી શક્તિ સંપન્ન યુવાની માત્ર જલસા કરવા માટે નથી. આર્યસંસ્કૃતિ અને દેશ પ્રત્યેનું દાયિત્વ પણ શીરે છે. પાયાના નૈતિક આદર્શોને જે વળગી રહે છે તેનું જીવન આપોઆપ પવિત્ર બની રહે છે.

ખાસ તો કેવા પ્રકારના સર્કલમાં રહેવું તે બાબતે જાગ્રત બનો. તમારી પાસે કમસેકમ એક કલ્યાણમિત્ર હોવો જોઇએ,કે જે ગલત રસ્તે આગળ વધી રહેલા તમને ટોકી શકે. તમારે પણ તેની સલાહ માનવા વચનબદ્ધ રહેવું.

આજના જમાનામાં ઘણા ખરા મિત્રો માત્ર ક્લાસમિત્રો હોય છે,કોઇક ચેટ મિત્રહોય છે અને કોઇક એકાદ બે કઢોરીમિત્ર (ઘેર આવતો-જતો) નીકળે પણ કલ્યાણમિત્ર માટે તો રીતસરનું સર્ચ ઓપરેશન માંડવું પડે.

જીવનમાં ઘણી પળો લપસણી હોય છે. ત્યારે સારા ખરાબનો યોગ્ય નિર્ણય આપણે લઇ શક્તા નથી.પછી જીંદગીભર ભૂલી શકાય તેવો ડાઘ લાગી જાય છે. દુનિયાથી ભલે તે ડાઘ છૂપાવી દઇએ.અંતરના એક ખૂણામાં ડાઘની વેદના આજીવન સળવળતી રહે છે.આ સ્થાને કલ્યાણમિત્ર કાન પકડીને પણ વારી શકે છે. હા! જરૂરી રહે છે તમારી વફાદારીની.

અન્ય સમાચારો પણ છે...