તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઉનાઈમાં બે બાઈક સામસામે ભટકાતા એક યુવકને ઇજા

ઉનાઈમાં બે બાઈક સામસામે ભટકાતા એક યુવકને ઇજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાઈખાતે પેટ્રોલપંપ નજીક બે બાઈક સામસામે ભટકાતા એક બાઈકસવારને ઈજા પહોંચતા 108મા સારવાર માટે વાંસદા ખસેડાયો હતો.

મળતી માહિતી મુજબ ગત મોડી સાંજે ઉનાઈ ખાતે આવેલા પેટ્રોલપંપ આગળ એક શ્રમિક યુવાન પોતાની બાઈક લઈ ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે વાંસદા તરફથી હોન્ડા સ્પ્લેન્ડર બાઈકનો ચાલક આવતા બંને બાઈક સામસામે ભટકાઈ હતી. ઉનાઈથી પરત ફરતા બાઈકચાલકને માથાના ભાગે ઈજા પહોંચી હતી. અકસ્માતને પગલે આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108ને ફોન કરી બોલાવતા 108 દ્વારા ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વાંસદા ખાતે લઈ જવાયો હતો. ગતરાત્રે બનેલા અકસ્માત અંગે લખાય છે ત્યાં સુધી કોઈ પોલીસ ફરિયાદ થવા પામી નથી.

અકસ્માતગ્રસ્ત બાઈક અને ઈજાગ્રસ્ત.

ઇજાગ્રસ્તને 108માં વાંસદા લઇ જવાયો

અન્ય સમાચારો પણ છે...