તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વાંસદામાં જૈન સંઘ દ્વારા વિવિધ કાર્યક્રમો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંસદામાં જૈન સંઘ દ્વારા વિવિધ કાર્યક્રમો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાંસદા| વાંસદા નગરમાં જૈન ધર્મીઓ દ્વારા જૈન સંવત્સરીની ભગવાન મહાવીર સ્વામીની શોભાયાત્રા સમગ્ર નગરમાં ફેરવી ઉજવણી કરવામાં આવી હતી.પર્યુષણ મહાપર્વ દરમિયાન વાંસદા જૈન સંઘ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમાં સામુહિક પૂજન, તપસ્યા, તપ-આરાધનાનો જૈનોએ લાભ લીધો હતો. સોમવારે જૈનોના પર્યુષણ પર્વનો અંતિમ દિવસ એટલે સંવત્સરીના દિવસે સૃષ્ટી ઉપરના સમસ્ત જીવો માટે ક્ષમાપના માંગવાનો મહિમા છે માટે સૌથી મહત્વની સંવત્સરી પ્રતિક્રમણની ક્રિયા કરવા વાંસદા નગરના તમામ જૈન શ્રાવક શ્રાવિકાઓ જૈન દેરાસરમાં ઉમટ્યા હતા. વીર સૈનિકની નિશ્રામાં પ્રતિક્રમણ થયુ હતું. સંભવ જૈન યુવક મંડળ દ્વારા સામુહિક એકાસણા તપનું આયોજન કરવામાં આવ્યું જેમાં 900થી અધિક એકાસણા થયા. શ્રાવક શ્રાવિકાઓએ ખુબજ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જૈન સંવત્સરી નિમિતે વાંસદા જૈન સમાજ દ્વારા મહાવીરસ્વામી ભગવાનની શોભાયાત્રા સમગ્ર નગરમાં કાઢવામાં આવી હતી. રથની શોભાયાત્રાનું જૈન ધર્મીઓએ ઠેર ઠેર પૂજન કર્યું હતું. શોભાયાત્રામાં જૈન અગ્રણીઓ ભવરભાઈ દોશી, પારસમલ શાહ, અમ્રતભાઈ છાજેડ, સંભવ જૈન યુવક મંડળના સભ્યો તથા જૈન મહિલાઓ જોડાય હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો