તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • શૌચાલય બાંધકામ બાબતે તાલુકા પં . પ્રમુખને આવેદન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શૌચાલય બાંધકામ બાબતે તાલુકા પં . પ્રમુખને આવેદન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાંસદાતાલુકા આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીએ વાંસદા તાલુકાના રૂપવેલ ગામે શૌચાલયના કામ લાભાર્થીઓના બદલે એજન્સીને સોંપી વધુ એક વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. બાબતે તાલુકાના સરપંચો નહીં પંચાયત કચેરીના જાણકાર અને અનુભવી કર્મચારીઓમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. બાબતે સ્થાનિકો દ્વારા ટીડીઓની નીતિરીતિ સામે તાલુકા પંચાયત પ્રમુખને આવેદન સુપરત કર્યું છે.

વાંસદા ટીડીઓ ઈન્દુબેન પટેલે લાભાર્થીઓના બદલે શૌચાલયોના કામ માનીતી એજન્સીને આપ્યા હોવાના આક્ષેપો સાથે સ્થાનિકોએ તાલુકા પંચાયત પ્રમુખ અનંતભાઈ પટેલે લેખિત ફરિયાદ કરી ટીડીઓની કામગીરી સામે કાર્યવાહી કરવાની માગ સાથે જણાવ્યું છે કે વાંસદા તાલુકાના રૂપવેલ ગામે 365 શૌચાલયો બનાવવાનો નિર્ણય લેવાયો હતો. તમામ શૌચાલયો લાભાર્થીએ જાતે બનાવી શૌચાલયના નાણાં અત્રેની કચેરીમાંથી મેળવી લેવા. જેમાં પ્રથમ હપ્તો શૌચાલયનું કાર્ય પૂર્ણ થાય ત્યારબાદ બીજો હપ્તો લેવાની જોગવાઈ કરવામાં હતી. નિયમો પ્રમાણે શૌચાલયના કામો એજન્સી પાસે કરાવી શકાશે નહીં. તેમ છતાં ટીડીઓ દ્વારા એજન્સીને શૌચાલયના કામો કરવાનો આદેશ આપ્યો છે. 365 શૌચાલય કિંમત રૂ. 37 લાખ થાય છે.

જાત તપાસ કરાશે

^રૂપવેલગામે શૌચાલયો લાભાર્થીના બદલે ટીડીઓ દ્વારા એજન્સી પાસે કરાવી રહ્યા છે એવી ફરિયાદ મળી છે. નિયમોનુસાર શૌચાલયના કામો લાભાર્થીઓએ કરવાના હોય છે. પ્રકરણની જાત તપાસ કરાશે અને કઈ અને ક્યાંની એજન્સી શૌચાલયોનું કામ કર્યું છે અને તેની ગુણવત્તા કેવી છે જે અંગે જાત તપાસ કરીને પુરાવા એકત્ર કર્યા બાદ ટીડીઓ વિરૂદ્ધ ઉચ્ચસ્તરે ફરિયાદ કરાશે. > અનંતપટેલ, પ્રમુખ,વાંસદા તા.પં.

કામ એજન્સીને સોંપવાની વાતે વિરોધ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો