• Gujarati News
  • બંધ ઘરમાંથી દીપડાને પકડતા 6 કલાક લાગ્યા

બંધ ઘરમાંથી દીપડાને પકડતા 6 કલાક લાગ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદાતાલુકાના આંબાપાણી ગામે બંધ ઘરમાં દીપડો પડતા 6 કલાકની જહેમત બાદ વનવિભાગે દીપડાને પાંજરે પુરી હાશકારો અનુભવ્યો હતો. સવારે 4 કલાકે દીપડો ઘરમાં પડતાની ખબર ગામના સરપંચને થતા તેમણે વનવિભાગને જાણ કરતા પૂર્વ વન વિભાગના આર.એફ.ઓ. સહિત ટીમ કામે લાગી દીપડો પકડવામાં સફળતા મળી હતી.

વાંસદા રાઉન્ડના ખાંભલા બિટ વિસ્તારમાં આવેલા આંબાપાણી ગામના પટેલ ફળિયામાં રહેતા નિવૃત્ત શિક્ષક નવસુભાઈ શુક્કરભાઈ ગાંગુડાના બંધ ઘરમાં આજે મંગળવારે વહેલી સવારે વન્ય પ્રાણી દીપડો વાંસના કામડાની બનાવેલ 8 ફૂટ ઉંચી દિવાલ નજીકના વૃક્ષ પર ચઢી ઘૂસી ગયો હતો ત્યારબાદ છાપરા અને ઘરની દિવાલ વચ્ચેની જગ્યામાંથીઘરમાં કૂદ્યો હતો.ત્યારબાદ આજુબાજુના લોકોને અવાજ થતા લોકટોળા ભેગા થઈ અંદર જોતા દીપડો નજરે પડ્યો હતો. જેની જાણ ગામના સરપંચ રાજુભાઈ લલ્લુભાઈ ચૌધરીએ વાંસદા પૂર્વ રેંજના આરએફઓ ડી.આર.ભગતને કરતા તેમણે મદદનીશ વનસંરક્ષક એન.જે.દેસાઈ અને સ્ટાફ સાથે સ્થળ પર જઈ ઘરના બારણામાં પાંજરૂ મૂકી દીપડાને પકડવાના પ્રયાસ હાથ ધર્યા હતા.

પ્રથમ વનવિભાગના કર્મચારીઓએ આજુબાજુના તમામ લોકોને તે વિસ્તારમાંથી દૂર કરી તે વિસ્તારને ભયમુક્ત કર્યો હતો. 6 કલાકની ભારે જહેમત બાદ અંદાજિત બેથી અઢી વર્ષનો સ્વસ્થ હાલતમાં દીપડાને પકડવાની સફળતા મળી હતી. દીપડો બંઘ ઘરમાં ઘૂસ્યાની ખબર પડતા આજુબાજુના લોકો તેને જોવા ઉમટી પડ્યા હતા. લગભગ 6 કલાક બંઘ ઘરમાં પડેલા દીપડાને લઈ આંબાપાણી ગામે ભયનો માહોલ રહ્યો હતો. હાલ દીપડાને વાંસદાની સરા નર્સરી નજીક રાખવામાં આવ્યો છે. આગામી સમયમાં દીપડાને સહિસલામત જંગલમાં મુક્ત કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

વાંસદા તાલુકાના આંબપાણી ગામે વહેલી સવારે દીપડો ઘરમાં પડ્યો હતો. દીપડાને પકડવા ઘરના દરવાજા પાસે પાંજરુ ગોવાયું હતુ.ઘરમાં દીપડો હોવાની વાત ગામમાં ફલાતા અહીં લોકટોું એકત્ર થયું હતુ.

દીપડાને પકડવા અવાજ કરાયા

આંબાપાણીગામેબંધ ઘરમાં પડેલા દીપડાને પાંજરે પુરવા સૌ પ્રથમ ઘરના દરવાજાનો નકુચો તોડી પાસે પાંજરુ ગોઠવાયું હતુ પાંજરામાં શિકાર માટે બકરીને મૂકવામાં આવી હતી.આ પાંજરાને ઉપરથી તાડપત્રી વડે ઢાંકી દેવામાં આવ્યું હતુ. ત્યારબાદ આસપાસ અવાજ કરવામાં આવ્યો હતો. ઉપરાંત છાપરા પરથી પણ દીપડાને લાકડી મારવામાં આવી હતી જેથી વહેલી તકે દીપડો પાંજરે પુરાય.

વાંસદા તાલુકાનાઆંબાપાણી ગામે સવારે દીપડો દિવાલ અને છાપરા વચ્ચેની જગ્યામાંથ