• Gujarati News
  • National
  • લીમઝર દૂધ મંડળીના મંત્રી સામે 29.15 લાખની ઉચાપતની ફરિયાદ

લીમઝર દૂધ મંડળીના મંત્રી સામે 29.15 લાખની ઉચાપતની ફરિયાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદાતાલુકાના લીમઝર ગામે આવેલી દૂધ મંડળીના મંત્રીએ વર્ષ 2003થી 2015 દરમિયાન મંડળીમાંથી રૂ. 29.15 લાખની ઉચાપત કર્યાનું બહાર આવતા પ્રમુખે વાંસદા પોલીસ મથકમાં તેના વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો.

લીમઝર વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના 421 સભ્યો છે. 9મી ફેબ્રુઆરી 2003થી 15 સપ્ટેમ્બર 2015 દરમિયાન નગીનભાઈ બાપુભાઈ ગામીત (રહે. લીમઝર) મંત્રી તરીકે નિયુક્ત પામ્યા હતા. દરમિયાન મંડળીમાંથી રૂ. 29.15 લાખ જેટલી માતબર રકમ અંગત કામે વાપરી નાંખ્યા હતા. જે ઓડિટ દરમિયાન ઉચાપત થયાની ખબર પડતા નગીનભાઈએ મંડળીના સભ્યો અને આગેવાનો સાથે સમાધાન કરી મંડળીમાં પૈસા મારા અંગત કામે વાપરી લીધા તે સ્વીકારી લીધુ હતું અને રૂ. 20.15 લાખ 31મી ઓકટોબર 2015ના રોજ બીઓબી લીમઝર શાખાના ખાતામાં જમા કરાવવાની બાંહેધરી પણ લેખિત આપી હતી. બાકી રહેલા રૂ. 9 લાખ દર માસ સુધી હપ્તેથી દરેક માસની 15 તારીખે જમા કરાવવાની ખાતરી આપી હતી પરંતુ તેમ છતાં એકપણ રૂપિયો જમા થતા લીમઝર દૂધ ઉત્પાદક મંડળીના પ્રમુખે વાંસદા પોલીસ મથકે મંત્રી વિરૂદ્ધ ઉચાપતની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...