• Gujarati News
  • National
  • વાંસદા | સી.બી.ભંડારી સરસ્વતી વિદ્યાલય મગદલ્લા રોડ,સુરત ખાતે વેઇટલીફટીંગની રાજ્યકક્ષાની

વાંસદા | સી.બી.ભંડારી સરસ્વતી વિદ્યાલય મગદલ્લા રોડ,સુરત ખાતે વેઇટલીફટીંગની રાજ્યકક્ષાની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા | સી.બી.ભંડારી સરસ્વતી વિદ્યાલય મગદલ્લા રોડ,સુરત ખાતે વેઇટલીફટીંગની રાજ્યકક્ષાની સ્પર્ધા યોજાયી હતી. જેમાં પ્રતાપ હાઇસ્કુલ, વાંસદાના ચૌહાણ અર્જુન લાલચંદભાઇ, પટેલ જીગર મુકેશભાઇ પટેલ,સુસ્મિતા સંજયભાઇ ત્રણે વિદ્યાર્થીઓએ વેઇટલીફટીંગમાં રાજ્યકક્ષાએ દ્ધિતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાને સિદ્ધિ અપાવી હતી. તદઉપરાંત આર્ચરી ભાઇઓ-અન્ડર 19માં શાળાના 3 વિદ્યાર્થીઓ અન્ડર 17માં 3 વિદ્યાર્થીઓ અને કબડ્ડી અન્ડર 19માં અને અન્ડર 17માં આઠ વિદ્યાર્થીઓ આમ પ્રતાપ હાઇસ્કુલ વાંસદાના 14 વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ શાળાનું પ્રતિનિધિત્વ કરશે.આ તમામ વિદ્યાર્થીઓને અને એમના કોચ અનિલભાઇ એમ.પટેલ અને રેખાબેન એમ.પાઠકને આચાર્યએ અભિનંદન પાઠવ્યા હતાં.

પ્રતાપ હાઈ. વિદ્યાર્થીઓ ઝળક્યા

અન્ય સમાચારો પણ છે...