તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વહેવલ ગામ નજીક ફાગ ઉઘરાવવા બાબતે સુરતના પરિવારને માર મરાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વહેવલ ગામ નજીક ફાગ ઉઘરાવવા બાબતે સુરતના પરિવારને માર મરાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરતખાતે રહેતો પરિવાર હોળીની રજાઓમાં પોતાના વતન ઉનાઇ ખાતે આવ્યો અને ત્યાંથી બીજા દિવસે પરત ફરતી વેળાએ બપોરના 1:45 કલાકે વહેવલ ખાતે ધૂળેટીનો ફાગ ઉઘરાવતા બે ઇસમોએ શિક્ષક પરિવારની સ્વિફ્ટ ગાડી ઊભી રાખી મારમારતા મહુવા પોલીસ મથકે ફરિયાદ આપી હતી.

ગમનભાઈ પટેલ કે જેઓ મૂળ વાંસદા તાલુકાનાં ઉનાઇ ચરવી ગામિત ફળિયુંના વતની છે. તેઓ હાલ સુરત 7-બી-307 શગુન રેસિડન્સિ, જહાંગીરપૂરા આશ્રમ સામે સુરત ખાતે રહી શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓ તા 12-3-17ના રોજ ઉનાઇ આવ્યા હતા. રાત્રિ દરમિયાન રોકાણ કર્યા બાદ ધૂળેટીના દિવસે બપોરના કાર (જીજે-5જેએ-8907) લઈ સુરત જવા નીકળ્યા હતા. તે દરમિયાન વહેવલ ગામની સીમમાં રોડ પર ધૂળેટીનો ફાગ ઉઘરાવતા મોન્ટુ પટેલ (રહે,વહેવલ,જૂનું આશ્રમ ફળિયું) અને નિર્મલ પટેલ (રહે, વહેવલ, આશ્રમની સામે) ગમનભાઇ પટેલની કારને રોકી 500 રૂપિયાની માંગણી કરી હતી. ત્યારબાદ બંને ઇસમોએ ગમનભાઈને જણાવ્યુ હતું કે કાર કેમ ઝડપી ચલાવો છો એમ કહી ગમનભાઈને ગાડીમાંથી બહાર ખેંચી મરમારવાનું માર્યો હતો. ત્યારબાદ પુત્ર અંકિત પટેલને પણ મારમારતા અંકિતને મોઢાના તેમજ હાથના ભાગે ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ફરી આબાજુ દેખાશો તો જાનથી મારી નાખીશું એમ જણાવ્યુ હતું. અંકિતને મોઢા તેમજ હાથના ભાગે ઇજાઓ થતાં તેમણે તુરંત સારવાર માટે સુરત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ આજરોજ ગમનભાઇ પટેલે મહુવા પોલીસ મથકે ફરિયાદ આપી હતી.

રૂ.500 આપતા બે યુવકોએ શિક્ષકને માર માર્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો