તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ખેરગામથી પસાર થતી એક લાખથી વધુનો દારૂ ભરેલી સ્કોર્પિયો ઝડપાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેરગામથી પસાર થતી એક લાખથી વધુનો દારૂ ભરેલી સ્કોર્પિયો ઝડપાઈ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેરગામતાલુકાના નારણપોર ગામેથી દારૂ ભરીને પસાર થઇ રહેલી એક સ્કોર્પિયો ખેરગામ પોલીસે ઝડપી પાડી હતી. જેમાં તપાસ કરતા ઈંગ્લીશ બનાવટની દારૂની બોટલો મળી આવી હતી. દારૂ સાથે પોલીસે એક ઇસમની પણ ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ખેરગામ પોલીસમથકના કર્મીઓ ગુરુવારના રોજ પેટ્રોલિંગમાં હતા ત્યારે એક પોલીસ કોન્સ્ટેબલને ખાનગી રહે બાતમી મળી હતી કે એક સિલ્વર કલરની સ્કોર્પિયો ગાડીમાં ઈંગ્લીશ દારૂ ભરીને વલસાડના મારલા ગામ થઈ નારણપોર અને ખેરગામથી વાંસદા તરફ જવાનો હોય જે અંતર્ગત ખેરગામ પોલીસના જવાનોએ નારણપોર ગામે આવેલા કાદવીયા ફળિયામાં ગરનાળા પાસે વોચ ગોઠવી બધા પોલીસ કર્મીઓ છુટા છવાયા આસપાસની જગ્યામાં ગોઠવાય ગયા હતા. તે સમયે નારણપોર ગામ તરફથી બાતમીવાળી સ્કોર્પિયો ગાડી આવતા એક પોલીસકર્મીએ લાકડીના ઈશારા વડે ગાડીને ઉભી રાખવા પ્રયાસ કર્યો હતો. સ્કોર્પિયો ગાડી સાઈડમાં મૂકી એક ઇસમ તેમાંથી ઉતરીને ભાગવા પ્રયાસ કર્યો હતો. તે સમયે આજુબાજુમાં વોચમાં ઉભેલા પોલીસ કર્મીઓએ તોનો પીછો કરતા એક ખેતરમાંથી દોડતા તે નીચે પડી જતા પોલસે તેને પકડી પડ્યો હતો. પોલીસે તેનું નામ અને સરનામું પૂછતા તે પારડી ગામનો રહીશ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે સ્કોર્પિયો ગાડીમાં ચકાસતા તેમાંથી 15 જેટલા બોક્ષમાં 1056 બોટલો અને છુટી 960 બોટલો મળી કુલ 2016 બોટલ દારૂ મળી આવ્યો હતો. પકડાયેલ બિયર તથા વ્હીસ્કીની નાની મોટી કુલ 2288 બોટલ કિંમત 1,42,400 અને સ્કોર્પિયો ગાડીની કિંમત રૂ. 4.50 લાખ બે મોબાઈલ મળી કુલ 5,94,400નો મુદ્દામાલ પોલીસે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મામલે વધુ તપાસ ખેરગામના પીએસાઈ વિજયસિંહ ચાવડા કરી રહ્યા છે. અગાઉના એક બનાવમાં પણ ખેરગામ પોલીસ દ્વારા આછવણી પણંજ રોડ ઉપર વાડ રાંધા ફળિયા નજીકથી સીબીઝેડ ગાડી ઉપર લઇ જવાતો દારૂ ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો