તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વાંસદા તાલુકા પંચાયતના કર્મીઓ અચોક્કસ મુદતે હડતાળ પર ઊતર્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંસદા તાલુકા પંચાયતના કર્મીઓ અચોક્કસ મુદતે હડતાળ પર ઊતર્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સમાનકમ, સમાન વેતન અને સમાન નોકરીની સુરક્ષા બાબતે વાંસદા તાલુકા તાલુકા પંચાયતના કર્મીઓ પણ અચોક્કસ મુદ્દતે હડતાલ પર ઉતરતા કચેરીના કામો ઠપ્પ થવા પામ્યા છે. અલબત ફીક્સ વેતન ધરાવતા કર્મીઓએ તાલુકા પંચાયત પ્રમુખ અનંત પટેલને આવેદનપત્ર પાઠવી તેઓની માંગ સરકારને ધ્યાને લાવવાની રજુઆત સાથે પગાર વધારાની માંગ કરી હતી.

વાંસદા તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા ફિક્સ વેતન કર્મીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી તાલુકા પંચાયત પ્રમુખ અનંત પટેલને પાઠવેલ આવેદન પત્રમાં જણાવ્યું છે કે અમારા દ્વારા સરકારને તા.10-2-2017 નાં રોજ આવેદન આપી જણાવવામાં આવેલ હતું ત્યારબાદ તા.23-2-2017નાં રોજ ગુજરાતના કર્મચારીઓએ ગાંધીનગર ખાતે આવી સરકારને ફરી જાણ કરી હતી.ત્યારબાદ પણ સરકારે કર્મચારીઓ માટે વિચારેલ નથી જેથી હવે અમોને લાગે છે કે હવે સરકારને કર્મચારીઓની યોગ્ય અને એમના અધિકારી માટેની માંગો ધ્યાને લેવી નથી જેથી તમામ ગુજરાતના કર્મચારીઓ હડતાલ પર જઇએ છીએ જ્યારે સરકાર અમારી બેયોગ્ય અને અમારા અધિકારીની માંગ પૂર્ણ કરશે ત્યારે અમે ફરી બધા કર્મચારીઓ અમારા ફરજ પર હાજર થઇશું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો