• Gujarati News
  • National
  • વાંસદામાં 82 યુનિટ રક્ત એકત્રિત કરાયું

વાંસદામાં 82 યુનિટ રક્ત એકત્રિત કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા |માજી ધારાસભ્ય, માજી મંત્રી અને માજી સંસદ અને આજે પણ સક્રિય માર્ગદર્શક એવા કાનજીભાઈ પટેલના 82માં જન્મદિવસ નિમિતે વાંસદા તાલુકાના મુખ્ય મથક વાંસદા ખાતે વાંસદા ગ્રામપંચાયત ટાઉનહોલમાં એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 82 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. વાંસદા તાલુકાના લોકોમાં અનેરી ચાહના મેળવી આજે પણ વિસ્તારની પ્રજાના પ્રશ્નોના ઉકેલ માટે સતત રજૂઆત કરી અનેક સવલતો ઉપલબ્ધ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર કાનજીભાઈ પટેલના 82માં જન્મદિવસે અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ, શ્રી સાઈનાથ સેવાભાવી મંડળ, બીનવાડા તથા જશુભાઈ મિત્રમંડળ, વડબારી, વાંસદા દ્વારા વાંસદા ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પને વાંસદાના અગ્રણી અને વનપંડિત એવા અનુપસિંહ સોલંકી તથા વાંસદાના સરપંચ હિનાબેન ગુલાબભાઈ પટેલે દીપ પ્રગટાવી ખુલ્લો મુક્યો હતો.

વાંસદામાં રક્તદાન કરી રહેલા રક્તદાતા. તસવીર-તુલસીદાસવૈષ્ણવ

અન્ય સમાચારો પણ છે...