તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વેદનામાંથી ઉઠેલા શબ્દો હૃદયપરિવર્તન કરી શકે

વેદનામાંથી ઉઠેલા શબ્દો હૃદયપરિવર્તન કરી શકે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદાજૈન સંઘમાં પૂજ્ય ગુરૂભગવંતને લલિતવિસ્તરા ગ્રંથ વહોરાવ્યો હતો. ગ્રંથ વહોરવાનો લાભ સિદ્ધેશ મિનેશભાઈ ભટેવરા પરિવારે લીધો હતો.

ગ્રંથ વાંચનની શરૂઆત કરતી વખતે પૂ. ધર્મબોધિ મ.સા.એ જણાવ્યું હતું કે ગ્રંથ રચતી વખતે ગ્રંથકાર પાસે ત્રણ ચીજ હોય છે. આત્મશુદ્ધિ માટેની વેદના, પરમાત્મા પ્રત્યે વંદના અને વિશ્વના જીવો માટે વાત્સલ્યભાવ. પ્રસ્તુત ગ્રંથકાર હરિભદ્રસૂરિજીનું ઉપનામ ભવવિરહ છે. અર્થાત સંસારથી મુક્ત થવાની તીવ્ર અભિલાષાથી તેમનું મન રડી રહ્યું છે. આવી વેદનાનો આસામી વિશ્વના જીવોને તારવા માટે લાયક છે. વેદનામાંથી ઉઠેલા શબ્દો લોકોના હૃદયનું પરિવર્તન કરી શકે છે. સામે પક્ષે શ્રોતા પાસે પણ વેદના જરૂરી છે. રોજ એકવાર પોતાના કામ, ક્રોધાદિ દોષોને ઉભરાતા જોઈને રડો ! જેની પાસે વેદના નથી, તે ગ્રંથ સાંભળીને કરશે પણ શું ωજૈન શાસ્ત્રોન ઉલ્લેખો મુજબ વેદનાના સહારે મોક્ષ પામનારા જીવોની સંખ્યા સૌથી ટોચ ઉપર છે. ભક્તિ કરતા પણ શુદ્ધિની ઝંખના ઘણી વખત ચઢિયાતી સાબિત થાય છે, કારણ કે ભક્તજીવો પણ શુદ્ધિના ક્ષેત્રે ઉજાગર પણ થયા હોય પણ શુદ્ધિની ઝંખના સ્વભાવિક રીતે શરણાગતિનો ભાવ જગાડી દેતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...