તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઓગસ્ટના પગારથી વંચિત વાંસદા તાલુકાના શિક્ષકગણમાં રોષ ફેલાયો

ઓગસ્ટના પગારથી વંચિત વાંસદા તાલુકાના શિક્ષકગણમાં રોષ ફેલાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદાતાલુકો 95 ટકા આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે.અને ઉડાણના દુર્ગમ વિસ્તારમાં કામ કરતા શિક્ષકો દેશના ભાવી નાગરિકોમાં શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરી રહ્યા હોય ત્યારે વાંસદાના ટીડીઓ ઇન્દુબેન પટેલના વહીવટમાં તાલુકાના શિક્ષકોનો સામાન્ય રીતે દશ તારીખ પહેલા થઇ જતો પગાર મહિનો પુરો થવા આવ્યો હોવા છતાં નહી થતા શિક્ષક આલમની પરિસ્થિતિ કફોડી થતા શિક્ષક આલમમાં રોષ ફેલાયો છે.

વાંસદા તાલુકામાં સામાન્ય રીતે શિક્ષકોના પગાર એકથી દશ તારીખ દરમિયાન થઇ જતા હોય છે.પરંતુ મહિને ગત માસ એટલે કે ઓગષ્ટ મહિનાનો પગાર સપ્ટેમ્બર માસની 28 તારીખ થવા છતા થયો નથી અને પગાર પછીથી આપવાનું જણાવતા સંપૂર્ણ પગાર મેળવતા શિક્ષકોની હાલત કફોડી થઇ જવા પામી છે ત્યારે ફિક્સ પગારવાળા વિદ્યા સહાયકોનીતા શું હાલત હશે તેની કલ્પના કરવી રહી.તાલુકાના શિક્ષકોમાં ચર્ચાતી ચર્ચા મુજબ તાલુકા પંચાયત કચેરીના કામો માટે તેઓ તેમની શાળાના કામો પડતા મુકી સહકાર આપતા હોય છે, છતાં જાણી જોઇને પગાર મોડા કરાઈ રહ્યાનું શિક્ષકોમાં ચર્ચાઈ રહ્યુ છે.

અત્યાર સુધી 10 તારીખ સુધીમાં પગાર થઇ જતો હતો

અન્ય સમાચારો પણ છે...