તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચઢાવ ગામ પાસે અકસ્માતમાં મોતને ભેટનાર યુવાન ભનારનો

ચઢાવ ગામ પાસે અકસ્માતમાં મોતને ભેટનાર યુવાન ભનારનો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગતતા.26મીનાં રોજ સાંજે વાંસદા તાલુકાના ચઢાવ ગામના ગામીત ફળિયા પાસે વાંસદા તરફથી ઉનાઈ આવતો મોટરસાયકલ નં.જીજે-5-ડીપી-4173ના ચાલકને ઉનાઈથી મહારાષ્ટ્ર જતા ટેનકર નં.એમએચ-43-વાય-6088ના અજાણ્યા ચાલકે અડફેટે લેતા મોટરસાયકલ ચાલકનું ગંભીર ઈજાને પગલે મોત નીપજ્યું હતું. મૃતક યુવાનના ચહેરા પર થયેલી ઈજાને કારણે તેની ઓળખ થઈ શકી હતી. જેથી પોલીસે યુવાનની લાશ આલીપોર ખાતે કોલ્ડસ્ટોરેજમાં મૂક્યો હતો. આજે અખબારમાં પ્રસિદ્ધ થયેલો અહેવાલ જોઈ મૃતકના નાનાભાઈ અશોકભાઈ જમસીભાઈ પટેલ (રહે.ભીનાર, કુંભારફળિયા) ઉનાઈ ઓપી ખાતે તપાસ કરતા મૃતદેહ ઉપરથી કબજે લીધેલા કપડાં બતાવતા કપડા તેના મોટોભાઈ નવિનભાઈ જમસીભાઈ પટેલ (ઉ.વ.48) રહે.ભીનાર કુંભારફળિયાની ઓળખ થઈ હતી. જેથી પોલીસે આલીપોર ખાતે કોલ્ડસ્ટોરેજમાંથી મૃતદેહનો કબજો પરિવારજનોને સુપરત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...