રાનકુવા શાળાનો 6 દિવસીય એનએસએસ શિબિર સંપન્ન
બી.એલ.પટેલસર્વ વિદ્યામંદિર રાનકુવાના 56 એનએસએસના શિબિરાર્થીએ ગાંધી વિચારને કેન્દ્રમાં રાખી તા 14થી 19મી નવેમ્બર દરમિયાન શ્રમ અને સેવાના કાર્યો કર્યા હતા.
શાળાના મંત્રી જશુભાઈ નાયક, પ્રમુખ બી.સી.દેસાઈ તથા શાળાના આચાર્ય સંજયકુમાર પરમાર હેઠળ યોજાયેલા શિબિરમાં પ્રભાત ફેરી ઐતિહાસિક સ્થળ જાનકી વનની સફાઈ, આશ્રમ શાળાની સફાઈ,મતદાન જાગૃતિ અભિયાન, જાહેર સ્થળોની સફાઈ તથા વિશેષ કામોમાં કુરેલિયા ગામના ફળીયામાં શૌચાલય સુવિધાનો સરવે કર્યો હતો. શિબિરના ઉદઘાટન કાર્યક્રમમાં સમગ્ર ઢોડિયા સમાજના પ્રમુખ તથા સમાજસેવક કલ્યાણભાઈ પટેલ હાજર રહ્યા હતા. જેમણે બાળકોને ગાંધી વિચારધારાને માર્ગે ચાલવાની પ્રેરણા આપી હતી.
શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ પ્રાપ્ત કરનાર સંજયસિંહ પરમારે શાળામાં થતી ઘડતરની પ્રવૃત્તિઓ, સહઅભ્યાસ પ્રવૃત્તિની વિગતો આપી સૌનું સ્વાગત કર્યું હતું. શિબિરાર્થીઓ કુરેલિયા ગામના 50 પરિવારોને રૂબરૂ મળી તેમની જીવનશૈલી, શૌચાલય સુવિધા અંગે સરવે કર્યું હતું. સાથે શિબિરાર્થીઓને વક્તાઓને સાંભળવાનો લહાવો મળ્યો હતો. પ્રા. જશુભાઈ નાયકે શાળાની પ્રગતિ અને પ્રમાણિકતા અંગે વાતો કરી હતી. દિવાળી વેકેશનના માહોલમાં પણ શાળાના શિક્ષકોએ શ્રમયજ્ઞમાં જોડાઈ પોતાનો શિક્ષક ધર્મ નિભાવ્યો હતો. પ્રોગ્રામ ઓફિસર એચ.પી.પટેલ સમગ્ર કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
વાંસદા જાનકી વન પાસે સફાઈ અભિયાન દરમિયાન સફાઈ કરતા નજરે પડે છે.
જાનકી વન અને આશ્રમ શાળાની સફાઇ