તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ખેરગામ તાલુકાના સાત ગામનો સેવાસેતુ કાર્યક્રમ 6ઠ્ઠીએ યોજાશે

ખેરગામ તાલુકાના સાત ગામનો સેવાસેતુ કાર્યક્રમ 6ઠ્ઠીએ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરગામતાલુકામાં ત્રીજા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ આગામી 6 સપ્ટેમ્બર બુધવારના રોજ નાધઈ ખાતે આવેલા ગુપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રાંત અધિકારી વાંસદાનાં અધ્યક્ષપણા હેઠળ રાખવામાં આવ્યો છે.

પ્રથમ તબક્કામાં ખેરગામ તાલુકાના ખેરગામ સહીત નાધઈ, ભેરવી, નારણપોર, પેલાડભેરવી, વાડ અને વાવ ગામોનો સેવાસેતુ કાર્યક્રમમાં સમાવેશ કરાયો છે. સેવાસેતુ કાર્યક્રમની શરૂઆત સવારે 9 વાગ્યેથી ક્લસ્ટર કક્ષાએ કરવામાં આવશે. જેમાં સ્થળ ઉપર પ્રશ્નોના નિકાલનો કાર્યક્રમ હોય તાલુકાના સંલગ્ન અધિકારીઓ હાજર રહેશે.

આધારકાર્ડ સંલગ્ન મોબાઈલ નંબર પરિવર્તન, વારસાઈ અરજી, ઘરેલું નવા વીજ જોડાણ માટેની અરજીઓ, કિશાન ક્રેડીટ કાર્ડ, મેડીકલ કેમ્પ વિગેરેની સમાવેશ કાર્યક્રમમાં કરવામાં આવેલો છે. કાર્યક્રમમાં અગાઉથી રજુઆતો મેળવાની રહેશે નહિ પરંતુ સ્થળ ઉપર પ્રશ્નો સંભાળી નિરાકરણ લાવવામાં આવશે એવું મામલતદાર ખેરગામ દ્વારા જણાવાયું છે.

પ્રાંત અધિકારીના અધ્યક્ષપણા હેઠળ કાર્યક્રમનું આયોજન

અન્ય સમાચારો પણ છે...