તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભીનાર ગામે માનવવસ્તીમાં દીપડાનો વાછરડા પર હુમલો

ભીનાર ગામે માનવવસ્તીમાં દીપડાનો વાછરડા પર હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીનારગામના રહીશને ત્યાં ગતરાત્રે ઘરના તબેલામાં બાંધેલા વાછરડા ઉપર દીપડાએ હુમલો કરતા વિસ્તારમાં ભયની લાગણી જોવા મળી રહી છે. જોકે જંગલખાતાને જાણ કરતા તાત્કાલિક પાંજરુ મુકી દીપડાને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી મુજબ વાંસદા તાલુકાના ભીનાર દેસાઈ ફળિયાના રહીશ ધનાભાઈ પરસોત્તમભાઈ પટેલના સરવે નં. 158ના ઘરમાં ગત મોડી રાત્રે લગભગ 2.30 કલાકે દીપડાએ ઘરના તબેલામાં બાંધેલા વાછરડા ઉપર હુમલો કર્યો હતો. જોકે ઘરના સભ્યો જાગી જતા દીપડો અવાજથી ત્યાંથી નાસી છૂટ્યો હતો. સદનસીબે વાછરડાને કાન પાસે નજીવી ઈજા પહોંચી હતી. વારછડા ઉપર દીપડાએ હુમલો કર્યાની વાત ગામમાં વાયુવેગે પ્રસરી જતા ભયનો માહોલ છવાઈ ગયો હતો. અંગે ધનાભાઈએ વાંસદા જંગલખાતાને જાણ કરતા વાંસદાના આરએફઓ ડી.આર. ભગતે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમની સાથે ફોરેસ્ટર હિરેન પટેલ, બીટગાર્ડ મનિષ પટેલ તથા હિરેન ટંડેલે વાછરડાની તપાસ કરી તાત્કાલિક રેંજ ફોરેસ્ટર દ્વારા વિસ્તારમાં પાંજરુ મંગાવી પાંજરામાં મારણ મુકી દીપડાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જોકે જંગલખાતા દ્વારા લોકોને ભયભીત થવા અને દીપડો પાંજરે પુરાઈ જવાની ખાતરી આપવામાં આવી હતી.

ભીનાર ગામે મુકવામાં આવેલું પાંજરુ. તસવીર-રાકેશદુબે

અવાજ થતાં દીપડો ભાગી ગયો, લોકોમાં ભય

અન્ય સમાચારો પણ છે...