તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભાસ્કર િવશેષ |ગામની નિરક્ષર મહિલાઓ ખૂબ ઉત્સાહથી નવનારી વર્ગમાં આવે છે અને પોતે વાંચતાં લખતાં શી

ભાસ્કર િવશેષ |ગામની નિરક્ષર મહિલાઓ ખૂબ ઉત્સાહથી નવનારી વર્ગમાં આવે છે અને પોતે વાંચતાં લખતાં શીખે છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદાતાલુકાના રાણી ફળિયા ગામે સારિયા ફળિયામાં 15થી 50 વયજૂથના નિરક્ષરોને સાક્ષર કરવાનું કામ પ્રેરકોની મદદથી થઇ રહ્યું છે. સદર ગામમાં 3.8.2017 થી વર્ગ શરૂ થયેલ છે. ગામની નિરક્ષર મહિલાઓ ખૂબ ઉત્સાહથી નવનારી વર્ગમાં આવે છે અને પોતે વાચતા લખતા શીખી ગયાનો આનંદ મેળવે છે.

સારિયા ફળિયા વર્ગશાળાના આચાર્યજીએ આજે વર્ગની મુલાકાત લેતા તમામ બહેનોએ બેંકમાં લેવડ-દેવડ કેવી રીતે કરવી તેની માહિતી મેળવી રહયા હતા. એટીએમ કાર્ડથી કેવી રીતે લેવડ-દેવડ કરવી અંગે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતુ. ગ્રામ પ્રેરક મિત્તલબેન 30 દિવસ સુધી ખૂબ ઉત્સાહથી અક્ષરજ્ઞાન આપ્યું હતુ.કલેક્ટરની માર્ગદર્શન હેઠળ નવનારી અભિયાનની પુસ્તીકા આપવામાં આવેલ જે પુસ્તીકા નિરિક્ષરોને ખૂબ ઉપયોગી નિવડી હતી. રીતે રાણી ફળિયા ગામે 3 વર્ગ ચાલે છે. જેમાં ગામની નિરક્ષર બહેનો અક્ષરજ્ઞાન મેળવે છે. આજે નિરક્ષર બહેનો પોતાનું નામ ખૂબ સારી રીતે લખી વાંચી શકે છે. આજે નિરક્ષર બહેનોનો ઉત્સાહ અને આનંદથી કામ કરતા જોવા મળેલ છે. નવનારી વર્ગમાં શાળાના શિક્ષકોએ મુલાકાત લઇ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતુ.

રાણી ફળિયા ગામે નવનારી તાલિમ વર્ગમાં શિક્ષણ મેળવી રહેલી મહિલાઓ. તસવીર-તુલસીવૈષ્ણવ

રાણી ફળિયામાં નિરક્ષરોને સાક્ષર કરવાનો પ્રયાસ

અન્ય સમાચારો પણ છે...