• Gujarati News
  • National
  • વાંસદા તાલુકાના અંકલાછ ગામે દારૂ ભરેલી કાર ઝડપાઈ

વાંસદા તાલુકાના અંકલાછ ગામે દારૂ ભરેલી કાર ઝડપાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદાતાલુકાના અંકલાછ ગામે હટવાડા ફળિયામાં ઘરની સામે મુકેલી કારમાં ઈંગ્લીશ દારૂ ભરેલો હોવાની બાતમી વાંસદા પોલીસને મળતા વાંસદા પીએસઆઈ જે.વી.ચાવડા અને સ્ટાફે રેડ કરતા દારૂ ભરેલી કાર પકડવામાં વાંસદા પોલીસ સફળ થઇ હતી. જયારે આરોપી અંધારાનો લાભ લઇ નાસી જતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.

વાંસદા પોલીસ મથકના પોલીસકર્મી અનિલભાઈને અંકલાછ હટવાડા ફળિયામાં રહેતા નવીન ગાંવિતના આંગણામાં એક લાલ કલરની હ્યુન્ડાઈ કંપનીની ગેટ્સ કાર (નં જીજે-05-સીજી- 7590) પડી છે જેમાં દારૂ ભરેલો છે એવી બાતમી મળી હતી.

બાતમી મળતા વાંસદા પીએસઆઈ જે.વી.ચાવડા સાથે પોલીસ સ્ટાફે બાતમીવાળી જગ્યાએ જઈ ગાડીની હેડલાઈટ તથા બેટરીના પ્રકાશમાં જોતા બાતમીવાળી ગાડી નજરે પડી હતી અને તેની બાજુમાં ચાલક નવીન ગાંવિત ઉભો હતો. નવીને દૂરથી પોલીસને જોતા નાસી છૂટ્યો હતો. પોલીસે પંચોની રૂબરૂ ગાડી તપાસતા ગાડીના બોનેટના ભાગે, ડેશબોર્ડમાં, દરવાજાની ફ્રેમમાં, હેડલાઈટમાં તથા પાછળની બ્રેકલાઈટમાં સંતાડેલી દારૂની તથા બીયરની બાટલી તથા બીયરના ટીન મળી કુલ બાટલી નંગ 447 કિંમત 25450 તથા કાર કિંમત 3 લાખ મળી પોલીસે રૂપિયા 3,25,450નો મુદ્દામાલ કબજે લઇ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી નાસી છૂટનાર આરોપી નવીન ગાંવિતને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

પોલીસને જોઇ કારચાલક ભાગી જતાં વોન્ટેડ જાહેર કરાયો

અન્ય સમાચારો પણ છે...