તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભાસ્કર િવશેષ | આદિવાસી વિસ્તારની સમસ્યાને લઈ રાજ્યપાલને સંબોધીને વાંસદા મામલતદાર, પ્રાયોજના વહ

ભાસ્કર િવશેષ | આદિવાસી વિસ્તારની સમસ્યાને લઈ રાજ્યપાલને સંબોધીને વાંસદા મામલતદાર, પ્રાયોજના વહીવટદાર, તાલુકા પંચાયત, વીજ કંપનીને આવેદનપત્ર અપાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદાતાલુકા આદિવાસી સેના દ્વારા તાલુકામાં વિવિધ પ્રશ્નો અને આદિવાસી વિસ્તારની સમસ્યાને લઈ ગુજરાત રાજ્ય રાજ્યપાલને સંબોધીને વાંસદા મામલતદાર, પ્રાયોજના વહીવટદાર, તાલુકા પંચાયત, વીજ કંપનીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.

વાંસદા તાલુકા આદિવાસી સેનાના પ્રમુખ ડો. પંકજ પટેલની અધ્યક્ષતામાં આદિવાસી સેનાના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં તાલુકાના વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓને લઈ તાલુકાની મોટાભાગની કચેરીઓમાં રાજ્યપાલનેા સંબોધીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. જેમાં જણાવ્યું કે આદિવાસીઓને અપાતા આવાસના હપ્તા સમયસર લાભાર્થીઓને મળતા નથી, આઝાદીના 60થી વધુ વર્ષો વિતી ગયા બદ પણ કાળાઆંબા અને વાટી ગામને જોડતો અંબિકા નદી પર પુલનું નિર્માણ થતા ત્યાંના લોકો ઘણાં વર્ષોથી હાલાકિ ભોગવી રહ્યા છે.

દોલધા ગામ-ગૌચરથી ટેકરા ફળિયાના છેવાડાના ઘર સુધી જતા રસ્તા પૈકી બાકી રહેલ લગભગ 600 મીટરના રસ્તા પરના નાળાને ઉચુ કરી અધુરો રસ્તો પૂરો કરવા અને ચોમાસા દરમિયાન નાળા પરના 1થી 2 ફૂટના ખાડાનું તેમજ રસ્તા પર પડેલા અન્ય ખાડા પૂરી રસ્તો વાપરવાલાયક કરવો, કેવડી-ખરજઈ રસ્તા પર આવેલા નાળાની ક્ષમતા વરસાદી પાણીની આવક કરતા ઓછી છે, તદઉપરાંત નાળુ નીચુ હોવાના કારણે રસ્તો ડુબાણમાં રહે તેવી સગવડ ઉભી કરવી, વર્ષોથી જંગલની જમીન ખેડતા કાળાઆંબા ગામના આદિવાસી ખેડૂતો જંગલની જમીન માંગણી કરતો ઠરાવ, ગ્રામસભમાં લેખિત અરજી આપવા છતાં તેનો ઠરાવ ગ્રામસભામાં કરવામાં આવ્યો નથી, વર્ષો પહેલા આદિવાસીઓ દેશના માલિક હતા જેણે આજે પોતાના હક માટે લડત આપવી પડે જે દેશના વહીવટીતંત્ર માટે શરમજનક ઘટના છે.

શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારની વીજ સમસ્યા ખુબ કથળેલી છે. જ્યોતિર્ગ્રામ કે થ્રી ફેઝ (ખેતીવાડી) માટે ભલે વીજ કંપની દાવો કરે પરંતુ ખેતીવાડીમાં માંડ ચારથી પાંચ કલાક વીજ પ્રવાહ મળે છે અને તેમાં પણ વારેઘડીએ વીજપ્રવાહ આવજાવ કરે છે.

ગામોમાં લો વોલ્ટેજની સમસ્યા છે તેનો ઉકેલ લાવવા માટે આદિવાસી સેના દ્વારા વિવિધ કચેરીમાં આવેદનપત્ર સુપ્રત કરી યોગ્ય ઉકેલ લાવવા માટે પત્ર ગુજરાત રાજ્યપાલને મોકલવા સુપ્રત કર્યું હતું.

વાંસદા તાલુકા મામલતદાર કચેરીમાં આદિવાસી સેના દ્વારા આવેદન સુપ્રત કરવામાં આવ્યું હતું. તસવીર- તુલસીદાસ વૈષ્ણવ

વાંસદા તાલુકા આદિવાસી સેનાનું વિવિધ પ્રશ્નો અંગે આવેદન

અન્ય સમાચારો પણ છે...