તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પશુઓને બાંધી વહન કરતા બે ટેમ્પો અટકાવાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પશુઓને બાંધી વહન કરતા બે ટેમ્પો અટકાવાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાંસદાતાલુકાના મોટીભામતી ગામે મહાવીર પેટ્રોલપંપની સામે વાંસદા-વઘઈ રોડ પરથી બે આઈસર ટેમ્પોમાં 18 હોસ્ટેન ગાયો ઘાસચારા અને પાણી વિના ક્રુરતાપૂર્વક ટૂંકા દોરડાથી બાંધેલા નજરે પડી હતી. તેમાંની એક ગાયનું મોત નીપજ્યું હતું. ટેમ્પોને વાંસદા પોલીસ મથકે લાવી જિલ્લા ભાજપ પ્રભારી શીવેન્દ્રસિંહ સોલંકીએ ફરિયાદ આપતા પોલીસે બંને આઈસર ટેમ્પોના ચાલકની અટક કરી રૂ. 18.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બંને ટેમ્પોના ડ્રાયવર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

20મીએ બુધવારે રાત્રે 9.45 કલાકે શિવેન્દ્રસિંહ તથા મિત્ર સંદીપસિંહ અટોદરીયા સાથે વાંસદા વઘઈ રોડ પર મોટીભમતી ગામે મેલડી હોટલમાં જમવા ગયા હતા. જમીને બહાર નીકળતા બે આઈસર ટેમ્પોમાં ગાયો ઠાંસી ઠાંસીને ભરી હતી.શિવેન્દ્રિસંહે પાણી લાવી એક ગાય પર છાંટતા મૃત જણાઈ હતી. આથી શિવેન્દ્રસિંહે બંને ટેમ્પપોલીસ મથકે લાવતા પોલીસે તપાસ કરતા ટેમ્પો (નં. કેએ-07-એ-5844)માં 9 હોસ્ટેન ગાયો જે જેના કાન પર ટેગ હતા. તેને ઘાસચારા વિના ખુબ ટૂંકા દોરડાથી ક્રુરતાપૂર્વક બાંધેલી હતી. જયારે બીજો ટેમ્પો (નં. એપી-03-ટીએ-3524)મા ક્રૂરતાપૂર્વક 9 ગાય હતી. આમ બે ટેમ્પોમાં 18 ગાયો પૈકી એક ગાય ટેગ નં. 146 નું મોત થયું હતું.

વાંસદા પોલીસે બંને ટેમ્પોના ચાલક એચ. એસ. મૂર્તિ તે શ્રી રામ અપ્પા (ઉ.વ. 29 રહે. ઉતુર્ગમ તા. કોલોરા કર્ણાટક) તથા ગુરુપ્રસાદ રેડ્ડી તે બી. ચીન્નારેડ્ડીના પુત્ર (રહે. જી. દીમાંકુલ્લા, પલીગામ, તા. ગગ્ગવારામ, જી. ચિતુર. આંધ્રપ્રદેશ) વિરૂદ્ધ ગુનો દાખલ કરી તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બંને ટેમ્પો કિંમત રૂ. 8 લાખ કબજે લઇ કુલ 18 ગાય એકના રૂપિયા 60 હજાર પ્રમાણે કુલ રૂપિયા 10.80 લાખની ગાય પૈકી એક મૃત્યુ પામી હોય 17 ગાયને સહીસલામત ખડસુપા ખાતે પાંજરાપોળમાં મોકલી આપી હતી. આગળની તપાસ વાંસદા પોલીસ મથકના બાબુભાઈ ચલાવી રહ્યા છે.

ટેમ્પોમાં ભરેલી ગાય અને આરોપી.

18 ગાય પૈકી એક ગાયનું મોત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો