• Gujarati News
  • National
  • યોગવિદ્યાથી માનવ મસ્તિકની ચેતના સકારાત્મક તરફ વાળો

યોગવિદ્યાથી માનવ મસ્તિકની ચેતના સકારાત્મક તરફ વાળો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદાદંડકવન આશ્રમમાં સંત પ્રવર વિજ્ઞાનદેવજી મહારાજ દ્વારા સ્વર્વેદ મહામંદિર નિર્માણ યાત્રા અને દિવ્ય વાણી યોજાઈ હતી. જેનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો.

વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ખાતે આવેલા દંડકવન આશ્રમમાં સ્વર્વેદ મહામંદિર નિર્માણ યાત્રામાં સંતપ્રવર વિજ્ઞાનદેવજી મહારાજ દ્વારા સ્વર્વેદ યાત્રા અને દિવ્ય વાણીના કાર્યક્રમમાં ગોરધનભાઈ સહિત ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સદગુરૂ સદાફળદેવ વિહગમ યોગ સસ્થાન એક આધ્યાત્મિક અને સામાજિક સંગઠન છે. વિહગમ યોગના પ્રણેતા સદગુરૂ સદાફળ દેવજી મહારાજે 17 વર્ષની કઠોર તપશ્ચર્યા કરીને સદગુરૂ સદાફળદેવ વિહગમ યોગ સંસ્થાનની સ્થાપના કરી અને સ્વર્વેદ નામના ગ્રંથની રચના કરી. દરેક સમાજમાં છળકપટ, રાગદ્વેષની ભાવના ચારેતરફથી ઘેરાયેલી નજરે પડે છે ત્યારે યોગવિદ્યા દ્વારા આપણે આપણા માનવ મસ્તિકની ચેતનાને નકારાત્મક તરફથી વાળીને સકારાત્મક તરફ લઈ જઈએ. વિજ્ઞાનદેવજી મહારાજ દેશભરની સ્વર્વેદ નિર્માણ યાત્રાના ભાગરૂપે ગૂજરાત રાજ્યમાં પધારી ક્રાંતિકારી દિવ્યવાણી સ્વર્વેદ કથામૃતનો કાર્યક્રમ આયોજિત કર્યો છે.

વાંસદા દંડકવન આશ્રમમાં દિવ્ય વાણી કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...