• Gujarati News
  • National
  • વાંસદા તાલુકાના વાંદરવેલા ગામેથી દારૂ ભરેલી કાર ઝડપાઇ

વાંસદા તાલુકાના વાંદરવેલા ગામેથી દારૂ ભરેલી કાર ઝડપાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદાતાલુકાનાં વાંદરવેલા ગામેથી રૂપિયા 44 હજાર 400નો દારૂ ભરેલી કાર પકડાઇ હતી.

વાંસદા પી.એસ.આઇ જે.વી.ચાવડા હેડ.કોન્સટેબલ અયૂબ ખાન, હે. કો. અનિલભાઇ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે કંબોયાથી વાંદરવેલા તરફ વાઘાબારી જતા રોડ ઉપર કાર દારૂ ભરી નીકળવાની છે. દરમિયાન બાતમી વાળી ગાડી નં.જીજે-15-કે-7459નો ચાલક સતિષ ઘોડીયા પટેલને ઉભો રખાવતા પોલીસને જોઇ કારને લોક કરી ભાગી ગયો હતો.પોલીસે તપાસ કરતા વ્હીસ્કી તથા બીયરની 828 બોટલ જેની કિંમત 44 હજાર 400 રૂપિયા અને કારની કિંમત 2 લાખ 50 હજાર કુલ મળી રૂ.2 લાખ 94 હજાર 400 નો મુદ્દામાલ કબજે કરી સતિષ વોન્ટેડ જાહેર કર્યો હતો.

પોલીસ જોઇ ચાલક કારને લોક મારી ભાગી ગયો

અન્ય સમાચારો પણ છે...