• Gujarati News
  • National
  • વાંસદામાં હોળીના હાટ બજારમાં ઘરાકી ઓછી રહેતાં વેપારીઓમાં નિરાશા

વાંસદામાં હોળીના હાટ બજારમાં ઘરાકી ઓછી રહેતાં વેપારીઓમાં નિરાશા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદામાંહોળી અગાઉ ભરાયેલા હાટ બજારમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતુ પરંતુ ઘરાકી ઓછી હોવાના કારણે વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે.

વાંસદા નગર ખાતે હોળીના હાટ બજાર શુક્રવારના રોજ ભરાયો હતો, જેમાં માનવ મહેરામણ ઉમટી પડયુ હતું.પરંતુ માર્કેટમાં ગ્રાહકી ઓછી હોવાને કારણે વેપારીઓમાં નિરાશાનો વાતાવરણ ફેલાયુ હતું. હોળીના હાટ બજારમાં દક્ષિણ ગુજરાત સહિત બરોડા અમદાવાદ મુંબઇ મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાંથી વેપારીઓ પોતપોતાની દુકાનો લગાવી હતી.હાટ બજારમાં લોકોની ભીડ બહુ હતી પરંતુ ગ્રાહકીના હોવાને કારણે વેપારીઓમાં નિરાશા ફેલાઇ હતી. હોળીનો પર્વ આમ વાંસદા,ધરમપૂર,કપરાડા,ડાંગ અને તાપી જિલ્લાનાં આદિવાસી લોકોમાં બહુ મહત્વ ધરાવે છે. આમ વિસ્તારના લોકો વર્ષ દરમિયાન કોઇ પણ એરીયામાં ધંધા રોજગારી માટે જતા હોય છે.પરંતુ હોળીના પર્વમાં વિસ્તારના માણસો હોળીના પર્વ પર જરૂર પોતપોતાના વતનમાં આવે છે.રાત્રીના સમયે ફળિયાના જુવાનીયા ભેગા મળી રાત્રે ગીતો ગાય હોળીના ફાગ ઉઘરાવે છે.

આદિવાસીઓ હોળીનો તહેવાર હોય ત્યારે હાટવાડામાંથી ખરીદી કરે છે

વાંસદા હોળીના હાટ બજારમાં ઉમટેલો માનવ મહેરામણ અને ભવાનીમાતા તસ્વીરમાં નજરે પડે છે. તસવીરતુલસીદાસ વૈષ્ણવ

અન્ય સમાચારો પણ છે...